________________
નિત્યનિયમાદિ પાઠ
ભાવાર્થ :– કેટલા પ્રકારના મતાર્થી કહ્યા ?
૧. જ્ઞાન રહિત બાહ્ય ત્યાગીને ગુરુ માને. ૨. પોતાના કુળગુરુ મનાતા હોય તે ત્યાગી હોય કે ન હોય પણ તેને જ પોતાના ગુરુ માને. (૨૪)
૧૪૦
જે જિનદેહ પ્રમાણ ને, સમવસરણાદિ સિદ્ધિ; વર્ણન સમજે જિનનું, રોકી રહે નિજ બુદ્ધિ. ૨૫
અર્થ :— જે જિનના દેહાદિનું વર્ણન છે તેને જિનનું વર્ણન સમજે છે, અને માત્ર પોતાના કુળધર્મના દેવ છે માટે મારાપણાના કલ્પિત રાગે સમવસરણાદિ માહાત્મ્ય કહ્યા કરે છે, અને તેમાં પોતાની બુદ્ધિને રોકી રહે છે; એટલે પરમાર્થહેતુસ્વરૂપ એવું જિનનું જે અંતરંગ સ્વરૂપ જાણવા યોગ્ય છે તે જાણતા નથી, તથા તે જાણવાનું પ્રયત્ન કરતા નથી, અને માત્ર સમવસરણાદિમાં જ જિનનું સ્વરૂપ કહીને મતાર્થમાં રહે છે. (૨૫)
ભાવાર્થ :- ૩. ભગવાનની બાહ્ય વિભૂતિ, આકાર, મૂર્તિ વગેરેને જ ભગવાનનું વર્ણન સમજે. મૂર્તિ પરથી આત્મગુણોનો વિચાર ન કરે. (૨૫)
પ્રત્યક્ષ સદ્ગુરુયોગમાં, વર્તે દૃષ્ટિ વિમુખ; અસદ્ગુરુને દૃઢ કરે, નિજ માનાર્થે મુખ્ય. ૨૬ અર્થ :— પ્રત્યક્ષ સદ્ગુરુનો ક્યારેક યોગ મળે તો દુરાગ્રહાદિછેદક તેની વાણી સાંભળીને તેનાથી અવળી રીતે ચાલે, અર્થાત્ તે હિતકારી વાણીને ગ્રહણ કરે નહીં, અને પોતે ખરેખરો દૃઢ મુમુક્ષુ છે એવું માન મુખ્યપણે મેળવવાને અર્થે અસદ્ગુરુ સમીપે જઈને પોતે તેના પ્રત્યે પોતાનું વિશેષ દૃઢપણે જણાવે. (૨૬)