________________
૧૩૬
નિત્યનિયમાદિ પાઠ ભાવ-આચાર્યની ઉપાસના એ જ સાચા વિનય આદિ ગુણોનું કારણ બને છે. (૧૮)
જે સદ્ગુરુ ઉપદેશથી, પામ્યો કેવળજ્ઞાન; ગુરુ રહ્યા છઘસ્થ પણ, વિનય કરે ભગવાન. ૧૯
અર્થ - જે સદ્ગુરુના ઉપદેશથી કોઈ કેવળજ્ઞાનને પામ્યા, તે સદ્ગુરુ હજુ છદ્મસ્થ રહ્યા હોય, તોપણ જે કેવળજ્ઞાનને પામ્યા છે એવા તે કેવળી ભગવાન છvસ્થ એવા પોતાના સદ્ગુરુની વૈયાવચ્ચ કરે. (૧૯)
ભાવાર્થ – વિનયનું માહાસ્ય વર્ણવે છે -
“હું પામ્યો સંશય નહીંછ, મૂરખ કરે એ વિચાર.” જ્ઞાનથી તો અભિમાન ટળે છે, પણ જો જ્ઞાનનું અભિમાન થતું હોય તો તે અજ્ઞાન સમજવું ઘટે છે. જે સદ્ગુરુના ઉપદેશથી શિષ્યને કેવળજ્ઞાન થાય તે શિષ્ય કેવળજ્ઞાન પામ્યાનું અભિમાન કદી કરે નહીં, કારણ કે મોહનો ક્ષય થયા વિના કેવળજ્ઞાન થાય નહીં, પછી તો તેની પ્રવૃત્તિ ઉદયાધીન હોવાથી તે ગુરુ સેવા કે વિનયમાં પ્રવર્તતા હોય તે ચાલુ પણ રહે. પણ જે સદ્ગુરુનો તે કેવળી ભગવાન વિનય કરતા હોય તેમને ખબર પડે કે તુર્ત તે કેવળી ભગવંતની દશાને પૂજ્ય ગણી, (જેમને હજી કેવળજ્ઞાન નથી થયું એવા સદ્ગુરુ) પોતે તેમના વિનયથી લાભ ઉઠાવે છે. આમ વિનયથી સ્વપરને લાભનું કારણ જાણી, વિનયમાર્ગનો ત્યાગ ભગવાન પણ કરતા નથી. (૧૯)
એવો માર્ગ વિનય તણો, ભાખ્યો શ્રી વતરાગ; મૂળ હેતુ એ માર્ગનો, સમજે કોઈ સુભાગ્ય. ૨૦