________________
૧૩૨
નિત્યનિયમાદિ પાઠ
છે. સદ્ગુરુનો યોગ નિરંતર રહેવો દુર્લભ છે. તેથી તેવો યોગ ન હોય ત્યારે સત્થાઓ સુદૃષ્ટિવંતને તો પરમ મિત્ર તુલ્ય છે. (૧૩)
અથવા સદ્ગુરુએ કહ્યાં, જે અવગાહન કાજ; તે તે નિત્ય વિચારવાં, કરી મતાંતર ત્યાજ. ૧૪
અર્થ :— અથવા જો સદ્ગુરુએ તે શાસ્ત્રઓ વિચારવાની આશા દીધી હોય, તો તે શાસ્ત્રઓ મતાંતર એટલે કુળધર્મને સાર્થક કરવાનો હેતુ આદિ ભ્રાંતિ છોડીને માત્ર આત્માર્થે નિત્ય વિચારવાં. (૧૪)
ભાવાર્થ : આધ્યાત્મિક શાઓ જ્ઞાની ગુરુની સમીપે અભ્યાસ કરવા યોગ્ય છે, અથવા તેની આજ્ઞાએ આરાધવા યોગ્ય છે, નહીં તો સ્વચ્છંદ પોષાય કે વિપરીત બુદ્ધિ ગાઢ થાય, અજ્ઞાન દશામાં જ્ઞાન દશા મનાઈ જાય, શાસ્રાભિનિવેશ દેષ ઉત્પન્ન થાય. તે ન થવા દેવા હવે કહે છે :
,,
જેને સદ્ગુરુનો યોગ મળી આવ્યો છે, તેણે તેની આજ્ઞાએ વર્તવું એ જ કલ્યાણકારી છે. “બાળા! ધર્મો, બાળાÇ તવો” “આજ્ઞાનું આરાધન એ જ ધર્મ અને આજ્ઞાનું આરાધન એ જ તપ.” સદ્ગુરુએ ઊંડા ઊતરી વિચારવા જે જે શાસ્ત્રોની આશા કરી હોય તે દ્વારા મને મારા આત્માનું ભાન થશે એવો દૃઢ વિશ્વાસ રાખી દરરોજ તેનો નિત્યનિયમરૂપે અભ્યાસ, વિચાર કરતા રહેવાની જરૂર છે; મતમતાંતર કે કુળ સંપ્રદાયના આગ્રહાર્થ નિવૃત્ત કરવા અર્થે તે શાસ્ત્રો વાંચવા ઘટે છે; વૈરાગ્ય ઉપશમ વધે અને સદ્ગુરુ યોગે કલ્યાણની પ્રાપ્તિ અલ્પકાળમાં થાય તથા સત્પુરુષની વાણી સમજાય તે અર્થે તે શાસ્ત્રોની આશા