________________
૧૨૮
નિત્યનિયમાદિ પાઠ
તેની ઉપાસના એ ઉત્તરોત્તર દુર્લભ યોગ-સામગ્રી છે; તે પ્રાસ થવામાં વિદ્ય કરનાર હું જાણું છું, હું કરું છું તે ઉત્તમ છે, હું સુખી છું, અમારા જેવા સંસ્કારી, ભાગ્યશાળી કોઈ નથી, પાંચ માણસ (પંચ) અમારી સલાહ લીધા વિના નવું પગલું ભરે નહીં, અમારો બોલ કોઈ ઉથાપે નહીં, અમે પણ લોકવિરુદ્ધ વર્તી શકીએ નહીં વગેરે પ્રતિબંધો તથા પરિગ્રહાદિની મહત્તા છે; આ પ્રકારે નિજપક્ષની કલ્પનાઓ તજી સદ્ગુરુને સર્વાર્પણભાવે ઉપાસે, તેની સેવા, ભક્તિ, આજ્ઞામાં મન સ્થિર થાય તો પરમાર્થ પ્રાપ્ત થાય, સ્વસ્વરૂપનો લક્ષ વર્તે. “જે (સદ્ગુરુની) ભક્તિને પ્રાપ્ત થવાથી સદ્ગુરુના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દૃષ્ટિગોચર થઈ અન્ય સ્વચ્છંદ મટે અને સહેજે આત્મબોધ થાય એમ જાણીને જે ભક્તિ(સદ્ગુરુની ભક્તિ)નું નિરૂપણ કર્યું છે, તે ભક્તિને અને તે સત્પુરુષોને ફરી ફરી ત્રિકાળ નમસ્કાર હો !” (૯)
આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદયપ્રયોગ; અપૂર્વ વાણી પરમશ્રુત, સદ્ગુરુ લક્ષણ યોગ્ય. ૧૦
અર્થ :– આત્મજ્ઞાનને વિષે જેમની સ્થિતિ છે, એટલે પરભાવની ઇચ્છાથી જે રહિત થયા છે; તથા શત્રુ, મિત્ર, હર્ષ, શોક, નમસ્કાર, તિરસ્કારાદિ ભાવ પ્રત્યે જેને સમતા વર્તે છે; માત્ર પૂર્વે ઉત્પન્ન થયેલાં એવાં કર્મોના ઉદયને લીઘે જેમની વિચરવા આદિ ક્રિયા છે; અજ્ઞાની કરતાં જેની વાણી પ્રત્યક્ષ જુદી પડે છે, અને ષટ્કર્શનના તાત્પર્યને જાણે છે, તે સદ્ગુરુનાં ઉત્તમ લક્ષણો છે. (૧૦)