________________
આત્મસિદ્ધિશાસ્ત્ર
૧૨૫ અરૂપી જીવને બંઘ થાય નહીં છતાં એમ કહે છે તે મિથ્યાતિ છે; બંઘ જેને થઈ જ ન શકે તેને મોક્ષ થવાનું કહેવું તે કલ્પનારૂપ જ છે. બંધાયો નથી તેને છૂટવા માટે કંઈ કરવાનું હોય જ નહીં; આવી કલ્પનાઓ કરી ગમે તેવા અનાચારમાં મોહને વશ બની પ્રવર્તતાં આંચકો તે ખાતા નથી. પણ કર્મ તેમની કલ્પનાથી ન બંધાય તેમ તો નથી. તેથી કુમાર્ગે પ્રવર્તી અઘોગતિ જાય તેવાં કર્મ બાંઘનારા શુષ્કજ્ઞાની છે, એમ જાણી જ્ઞાનીપુરુષને બન્ને પ્રકારના અજ્ઞાની જીવોની કરુણા ઊપજે છે. (૫)
વૈરાગ્યાદિ સફળ તો, જો સહ આતમજ્ઞાન; તેમ જ આતમજ્ઞાનની, પ્રાહિતણાં નિદાન. ૬
અર્થ - વૈરાગ્ય ત્યાગાદિ જો સાથે આત્મજ્ઞાન હોય તો સફળ છે, અર્થાત્ મોક્ષની પ્રાપ્તિના હેતુ છે, અને જ્યાં આત્મજ્ઞાન ન હોય ત્યાં પણ જો તે આત્મજ્ઞાનને અર્થે કરવામાં આવતા હોય તો તે આત્મજ્ઞાનની પ્રાપ્તિના હેતુ છે. (૬)
ભાવાર્થ - આ બન્ને પ્રકારના ઘર્મને નામે પ્રવૃત્તિ કરતા જીવોને પોતાના દોષોનો લક્ષ કરાવી સ્યાદ્વાદ જે સત્ય માર્ગ છે, “જ્ઞાનશિયામ્યાં મોક્ષ:” “જ્ઞાન અને ક્રિયા બન્નેથી જ મોક્ષ” માનવારૂપ છે, તે સમજાવવા કહે છે :- “ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય, તે ઊપજવા પૂર્વિત ભાગ્ય.” એવા પૂર્વના સંસ્કારે જેને વૈરાગ્યાદિ સુસંપત્તિ પ્રાપ્ત થઈ છે અને ક્રિયામાર્ગમાં પ્રવર્તે છે, તેણે આત્મજ્ઞાનરૂપ ફળ વૈરાગ્યાદિ કારણો સેવી મેળવવું ઘટે છે.
જે એમ માને છે કે અમને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું છે, અમારે કોઈ પ્રકારનાં વ્રત, નિયમાદિ બંઘનમાં હવે પ્રવર્તવાની જરૂર