________________
આત્મસિદ્ધિશાસ્ત્ર
કોઈ ક્રિયાજડ થઈ રહ્યા, શુષ્કજ્ઞાનમાં કોઈ; માને મારગ મોક્ષનો, કરુણા ઊઁપજે જોઈ. ૩
૧૨૩
:—
અર્થ : કોઈ ક્રિયાને જ વળગી રહ્યા છે; અને કોઈ શુષ્કજ્ઞાનને જ વળગી રહ્યા છે; એમ મોક્ષમાર્ગ માને છે; જે જોઈને દયા આવે છે. (૩)
ભાવાર્થ :– ઉપર જણાવેલા આશયવાળો મોક્ષમાર્ગ જણાવતા પહેલાં જેમને તે મોક્ષમાર્ગ જણાવેલો છે તે શાને મોક્ષમાર્ગ માની રહ્યા છે તેની સમજૂતી આપવા તથા તેવા ભૂલ ભરેલા માર્ગને મોક્ષમાર્ગ માનનાર પ્રત્યે જ્ઞાની ગુરુને દયા ઊપજે છે, તે જણાવતાં કહે છે :—
જગતમાં ઘણા જીવોને તો મોક્ષમાર્ગની કંઈ પડી નથી; કોઈને તેની ગરજ જાગે છે તો યમ નિયમ આદિ ક્રિયાની દોડમાં પડી આ ક્રિયાથી જ મોક્ષ થશે, જ્ઞાન આદિની જરૂર નથી એમ માને છે; છતાં તેથી તેમને મોક્ષ મળે તેમ નથી એટલે તેમને ક્રિયાજડ કહ્યા; દયાપાત્ર ગણાવ્યા.
કોઈ અધ્યાત્મ શાસ્ત્રો પોતાને સ્વચ્છંદે વાંચી લઈ જ્ઞાનની શુષ્ક વાતો દ્વારા મોક્ષમાર્ગ કલ્પી રહ્યા છે, તેમને પણ સુગતિ કે મોક્ષ પ્રાપ્ત થનાર નથી એમ જાણી જ્ઞાનીપુરુષને દયા ઊપજે છે. (૩)
બાહ્ય ક્રિયામાં રાચતા, અંતર્ભેદ ન કાંઈ; જ્ઞાનમાર્ગ નિષેતા, તેહ યિાજડ આંઈ. ૪
અર્થ :— બાહ્ય ક્રિયામાં જ માત્ર રાચી રહ્યા છે, અંતર કંઈ ભેદાયું નથી, અને જ્ઞાનમાર્ગને નિષેધ્યા કરે છે, તે અહીં ક્રિયાજડ કહ્યા છે. (૪)