________________
૧૨૧
૧૩ આત્મસિદ્ધિશાસ્ત્ર
જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત. ૧
અર્થ :- જે આત્મસ્વરૂપ સમજ્યા વિના ભૂતકાળે હું અનંત દુઃખ પામ્યો, તે પદ જેણે સમજાવ્યું એટલે ભવિષ્યકાળે ઉત્પન્ન થવા યોગ્ય એવાં અનંત દુઃખ પામત તે મૂળ જેણે છેવું એવા શ્રી સદ્ગુરુ ભગવાનને નમસ્કાર કરું છું. (૧)
ભાવાર્થ – જે સ્વરૂપ, જે સ્વરૂપ; કયું સ્વરૂપ ? શુદ્ધ આત્મસ્વરૂપ. સમજ્યા ? કોણ ? સગુરુ ભગવાન. સમજ્યા વિના શી દશા થઈ ? હું અનંત દુઃખ અનંત કાળથી પામતો આવ્યો છું. સમજાવ્યું ? કોણે ? શ્રી સદ્ગુરુ ભગવંતે. તેથી શું થયું? સદ્ગુરુભક્તિ પ્રગટી, તે પરમ પુરુષના ચરણ કમળમાં નમસ્કાર કરું છું. “પામ્યો દુઃખ અનંત” એ દુખપૂર્ણ સ્વરૂપ સંસારનું શિષ્યને પ્રતીત થયું છે, તેથી છૂટવાની આશા, પ્રતીતિ, રીતિ, સદ્ગુરુ દ્વારા સ્વરૂપની સમજૂતીથી છે. તથા આત્મા અનંત કાળથી છે એમ સૂચવે છે. કોણ અનંત દુઃખ પામ્યો ? આત્મા. તેથી પ્રથમ પદ આત્મા છે” એ સૂચવ્યું. કેટલા કાળથી દુઃખી છે? અનંત કાળથી; તે “આત્મા નિત્ય છે” એવું બીજું પદ સૂચવે છે. “સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત' તથા તે પદ નમું' એ વચનો, ત્રીજું પદ “આત્મા કર્તા છે” તથા