________________
૧૨૦
નિત્યનિયમાદિ પાઠ
બ્રહ્મચર્યરૂપી કલ્પવૃક્ષને સેવે છે તેનો સંસાર શીઘ્ર નાશ પામે છે. જે નર નારી તે વ્રતની ભાવના કરશે તે અનુપમ ફળ (મોક્ષ) લેશે.
પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન; પાત્ર થવા સેવો સદા, બ્રહ્મચર્ય મતિમાન. ૭
પાત્ર વિના વસ્તુ નહીં રહે. કારણ કે વસ્તુ માટે ભાજન જોઈશે. પાણી આદિ માટે પાત્ર જોઈએ તેમ પાત્રતા માટે બ્રહ્મચર્ય છે. એ મોટો થંભ છે. જો મન વિષયવિકારમાં જાય તો કટાર લઈને મરી જજે, ઝેર ખાજે. જીવને આત્માનું ભાન નથી, ખબર નથી. એક સાર વસ્તુ મોટામાં મોટી બ્રહ્મચર્ય છે—પોતાની કે પારકી સ્ત્રી સેવન ન કરવી. આખો લોક થી બંધાણો છે અને તેથી જન્મમરણ થશે. માટે એ મૂક. મૂક્યા વગર છૂટકો નથી. એ ચમત્કારી વાત છે ! માટે એ લેશે તેનું કામ થઈ જશે. વીતરાગ માર્ગ અપૂર્વ છે ! જેટલું કરે એટલું ઓછું છે ! માટે પાત્ર થવા બ્રહ્મચર્યને બુદ્ધિમાનો નિરંતર સેવે છે.