________________
૧૨૨
નિત્યનિયમાદિ પાઠ ચોથું પદ “આત્મા ભોક્તા છે” એમ સૂચવે છે. “જે સ્વરૂપ” એ પાંચમું પદ “મોક્ષ છે” એમ સૂચવે છે. “સમજાવ્યું' એ શબ્દથી “તે મોક્ષના ઉપાય છે” એવા છઠ્ઠા પદની સૂચના કરી છે. “જે સ્વરૂપ” અને “સમજાવ્યું” એ બન્ને દ્વારા આ શાસ્ત્રનું નામ “આત્મસિદ્ધિ” અથવા સ્વરૂપની સમજૂતી કે આત્માની છ પદ દ્વારા સાબિતી સિદ્ધિ કરી છે એમ સૂચવ્યું છે. (૧).
વર્તમાન આ કાળમાં, મોક્ષમાર્ગ બહુ લોપ; વિચારવા આત્માર્થોને, ભાખ્યો અત્ર અગોખ. ૨
અર્થ - આ વર્તમાનકાળમાં મોક્ષમાર્ગ ઘણો લોપ થઈ ગયો છે; જે મોક્ષમાર્ગ આત્માર્થીને વિચારવા માટે (ગુરુશિષ્યના સંવાદરૂપે) અત્રે પ્રગટ કહીએ છીએ. (૨)
ભાવાર્થ - આદ્ય મંગળ કર્યા પછી, આ શાસ્ત્રનું પ્રયોજના પ્રગટ કરે છે –
આ દુષમ કે કળિકાળ વર્તે છે, તેના પ્રતાપે મોક્ષમાર્ગ સ્પષ્ટ સમજાય તેવો રહ્યો નથી; મૂળ માર્ગ તદ્દન ભુલાઈ ગયા જેવો થઈ રહ્યો છે, તો પણ વિચારવાન, મુમુક્ષુ જીવો, આત્માર્થી જીવો આવા કાળમાં પણ કોઈ કોઈ હોય છે, તે મોક્ષમાર્ગની શોઘમાં હોય છે. તેમને આ કાળ મૂંઝવે છે, મોક્ષમાર્ગ સૂઝવા દેતો નથી. તે મૂંઝવણ ટાળી, તેવા જીવોને ઉપકાર થવા અર્થે, વિચારવાનને વિચારવા, આત્માર્થીને આત્માર્થનો વિચાર દ્વારા લાભ થવા આ શાસ્ત્રમાં મોક્ષમાર્ગ ખુલ્લેખુલ્લો, વગર ગોપળે પ્રગટ કર્યો છે; સિદ્ધિદાયક મોક્ષશાસ્ત્ર આ રચ્યું છે. (૨)