________________
અમૂલ્ય તત્ત્વવિચાર
૧૧૫ સદાચરણ પરંપરાએ સપુરુષ પાસેથી મળ્યા હોય. (૩) શું સ્વરૂપ છે મારું ખરું?–મારું સ્વરૂપ કેવું છે? જ્ઞાનીએ જેવું પ્રગટ કર્યું છે–“સર્વ જીવ છે સિદ્ધ સમ' તેવું. (૪) કોના સંબંધે વળગણા છે? વળગણા–કર્મવર્ગણા વગેરે જે વળગ્યું છે તે. કોને લઈને કર્મ વળગ્યાં? વિભાવને લઈને. જીવની પોતાની ભૂલથી જ કર્મવર્ગણા છે. અનાથીમુનિના ઉપદેશમાં છે તેમ. (૫) રાખું કે એ પરહરું? પરિહરું. આ પાંચ પ્રશ્નોના વિચાર, વિવેકપૂર્વક શાંતભાવે જો કરવામાં આવે તો આત્મિકજ્ઞાનના સિદ્ધાંતતત્ત્વનો અનુભવ થાય.
તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું ? નિર્દોષ નરનું કથન માનો “હ” જેણે અનુભવ્યું; રે!આત્મતારો!આત્મ તારો!શીઘ એને ઓળખો, સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો આ વચનને હૃદયે લખો. ૫
એ પાંચ પ્રશ્નોના ઉત્તર વિચારી નક્કી કરવા. એમ ને એમ એ પ્રશ્નોના ઉકેલ આવે એમ નથી. તેથી આગળ બતાવે છે કે તે અનુભવ પ્રાપ્ત કરવા માટે કોનું વચન માનવું ? સદ્ગુરુ સપુરુષનું કથન માનો.
“પ્રથમ આત્મસિદ્ધિ થવા, કરએ જ્ઞાન વિચાર; અનુભવી ગુરુને સેવીએ, બુઘજનનો નિર્ધાર. ક્ષણ ક્ષણ જે અસ્થિરતા, અને વિભાવિક મોહ;
તે જેનામાંથી ગયા, તે અનુભવ ગુરુ જોય.”(૭૯) જેને કશો સ્વાર્થ નથી, જેણે આત્માને અનુભવ્યો છે એવા પુરુષનું જો કથન માને તે આત્મા ભણી વળવાનું થાય. સદ્ગુરુ