________________
અમૂલ્ય તત્ત્વવિચાર
નિર્દોષ સુખ નિર્દોષ આનંદ, લ્યો ગમે ત્યાંથી ભલે, એ દિવ્ય શક્તિમાન જેથી જંજીરેથી નીકળે; પરવસ્તુમાં નહિ મૂંઝવો, એની દયા મુજને રહી, એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત્ દુઃખ તે સુખ નહીં. ૩
૧૧૩
જ્ઞાનીપુરુષ કહે છે કે તમને અમારે દુઃખી કરવા નથી. જેથી નિર્દોષ સુખ એટલે આત્મા ભણી વળાય, આત્માને કર્મ ન બંધાય, આત્મા નિર્મળ થાય, આત્મા જેથી છૂટે એવું સુખ સત્સંગ ભક્તિમાં મળે છે. તે લ્યો ગમે ત્યાંથી એટલે શાસ્ત્ર, ભક્તિ વગેરે ગમે તે દ્વારા તે નિર્દોષ સુખ અને નિર્દોષ આનંદ મેળવો કે જેથી એ દિવ્યશક્તિમાન આત્મા સંસારથી છૂટે. તારી માન્યતાએ સુખ લેવા જઈશ તો દુઃખ આવશે. માટે પહેલાં પુરુષપ્રતીતિ જોઈએ કે આ કૃપાળુદેવ કહે છે તે સાચું છે. અહીં આત્માની વાત છે. પ્રભુશ્રીજી કૃપાળુદેવની શ્રદ્ધા કરવા કહેતા કે એમાં નુકસાન થાય તો અમે વીમો ઉતારીએ છીએ. બાહ્ય વસ્તુનું સુખ લેવા જાય છે તે નિર્દોષ નથી. પરવસ્તુમાં વૃત્તિ જવાથી પોતાનું સ્વરૂપ-સુખ પામી શકાતું નથી, તેથી જીવ મુઝાય છે. મોહને લઈને પરવસ્તુને સારી માને છે પછી તેને ઇચ્છે છે ને દુઃખી થાય છે—મુઝાય છે. કૃપાળુદેવ કહે છે કે તેની મને દયા આવે છે. પુદ્ગલસુખની પાછળ જાય છે પણ તેના ફળરૂપે નરકાદિ દુઃખ આવવાનું છે તેથી જ્ઞાનીપુરુષને દયા આવે છે.
‘“સઘળું પરવશ તે દુઃખ લક્ષણ, નિજવશ તે સુખ લહિયે. ’’ પરવસ્તુ કર્મ, દેહ, ઇન્દ્રિય વગેરેને આધીન હોવાથી જે પરવશ છે તે દુ:ખ છે. નિજવશ—જે આત્માને આધીન છે તે
8