________________
૧૦૩
ભક્તિનો ઉપદેશ ચિત્ત જાય તો મટી જાય છે. મનના રોગ છે તે ભક્તિથી મટે. ઉતાપ એટલે વિશેષ તાપ, દુઃખ. ઘણા કર્મની નિર્જરા વગર પૈસા ખર્ચે (વણદામ–દામ વગર) થાય છે. દાન વગેરેથી થાય તેથી પણ ઘણી વઘારે નિર્જરા ભક્તિથી થઈ શકે છે. માટે હે ભવ્યો ! તમે ભગવાનને ભજીને મોક્ષ પ્રાપ્ત કરો.
સમભા સદા પરિણામ થશે, જડ મંદ અઘોગતિ જન્મ જશે; શુભ મંગળ આ પરિપૂર્ણ ચહો,
ભર્જીને ભગવંત ભવંત લો. ૩ ભગવાનને ભજતાં ભગવાનના ગુણો સાંભરે, તેથી પોતાના ભાવ પણ તેવા રાગદ્વેષ રહિત, સદા સમભાવવાળા થશે. ત્યારે પાપ ટળવાથી જડ એટલે સ્થાવર એકેન્દ્રિયના ભવ, મંદ એટલે વિલેન્દ્રિય (બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય અને ચૌરેન્દ્રિય) તથા પશુપક્ષીને ભવ અને અધોગતિ એટલે નરકગતિ ટળી જશે. દેવમનુષ્યભવમાં પણ ઉત્તમ સબુદ્ધિવાળા થાય. તેથી ભક્તિ એ પરમાર્થથી શુભ મંગળરૂપ છે તેને અતિશય ચાહોઇચ્છો. હે ભવ્યો ! ભગવાનને ભજીને તમે મોક્ષ પ્રાપ્ત કરો.
શુભ ભાવ વડે મન શુદ્ધ કરો, નવકાર મહાપદને સમરો; નહિ એહ સમાન સુમંત્ર કહો,
ભજીને ભગવંત ભવંત લહો. ૪ ભક્તિથી શુભ ભાવ થાય છે, તેથી મન શુદ્ધ થાય છે. મન શુદ્ધ કરવા માટે, મંત્રસ્મરણ એ શ્રેષ્ઠ ભક્તિ છે. નવકાર