________________
૧૦૭
બિના નયન પાવે નહીં તે પ્રાપ્ત કરવાની ઇચ્છા થઈ હોય કે મારે કોઈ પણ રીતે મારું સ્વરૂપ જાણવું છે, સંસારથી છૂટવું છે; એમ ખરી તૃષા લાગી હોય તો તે તૃષા છિપાવવાનો રસ્તો છે. અનાદિ કાળથી તે માટે એક જ ઉપાય છે કે સદ્ગુરુને આધીન તેની આજ્ઞા સમજીને આરાઘવી. પોતાની મેળે હું સમજ્યો એમ માનીને વર્તે તો કંઈ ન વળે.
એહિ નહીં હૈ કલ્પના, એહી નહીં વિભંગ; કઈ નર પંચમકાલમેં, દેખી વસ્તુ અભંગ. ૩
આ રસ્તો બતાવ્યો તે કલ્પિત નથી પણ ખરો છે. વિલંગમિથ્યા ભૂલભરેલો નથી, સાચેસાચો છે. અને કઈ એટલે અનેક પુરુષો આ પંચમ કાળમાં પણ તે શાશ્વત વસ્તુ-આત્મજ્ઞાનને પામ્યા છે.
નહિ દે તું ઉપદેશકું, પ્રથમ લેહિ ઉપદેશ; સબર્સે ન્યારા અગમ હૈ, વો જ્ઞાનીકા દેશ ૪
થોડું જાણીને તે બીજાને ઉપદેશવા ન જા. જેમકે કૂકડીને નાનું ઢેકું આપે તો તેનું મોં ભરાઈ જાય તેથી તેને બહાર કાઢી નાખે, તેમ તું પોતે બોધ ગ્રહણ કરવાને બદલે કાઢીને બીજાને આપવા ન જા. જેટલો બને તેટલો બોઘ તારામાં સમાવી પોતા માટે વિચાર. બીજાને બોઘ આપવાનું કામ તો જ્ઞાનીનું છે ને તે માટે ઘણી ઊંચી દશાની જરૂર છે. માટે તું ખોટો જ્ઞાની થઈ ન બેસ.
“સમજ્યા તે સમાઈ ગયા.” ઉપદેશ દેનારે સ્વાધ્યાય અર્થે બોલવું જોઈએ, સાંભળનાર