________________
બિના નયન પાવે નહીં
૧૦૯ સુધી તે ક્રિયા મિથ્યાત્વ દ્રઢ કરનારી થાય છે, ખોટાને ખરું મનાવનાર ભ્રમરૂપ છે. “મોક્ષમૂર્ણ ગુરુકૃપI” ગુરુની કૃપા એ જ મોક્ષનું મૂળ એટલે સમકિત છે. ગુરુ આજ્ઞાએ જ જપ તપ સફળ છે.
પાયાકી એ બાત હૈ, નિજ છંદનનો છોડ; પિછે લાગ સત્પ૫કે, તો સબ બંઘન તોડ. ૬
તે ગુરુકૃપા પામવા આ કહ્યું છે કે સ્વચ્છેદે એટલે પોતાની અજ્ઞાન બુદ્ધિને આશરે વર્તે છે, સાચા ખોટાનો નિર્ણય કરે છે, તે મૂક ને સંતને આશરે સત્પરુષની આજ્ઞા વિચારીને ક્ષણે ક્ષણે તેમના અવલંબને આચરણ કર. એ જ કર્મક્ષયનો ઉપાય છે. તેથી અવશ્ય મોક્ષ થશે. સંસારથી છૂટવા સ્વચ્છેદ મૂકી જ્ઞાનીને છંદે (મતે) ચાલવું જોઈએ.