________________
૧૦૮
નિત્યનિયમાદિ પાઠ જો ધ્યાન આપે તો હિત થાય. પરંતુ ઉપદેશ કરનારનું લક્ષ તો પોતા માટે ગ્રહણ કરવાનું હોવાથી તેને તો લાભ થવો જ જોઈએ. વાચના, પૃચ્છના, પરાવર્તના, આમ્નાય, ને ઘર્મકથા એટલે ઉપદેશ એ બઘા સ્વાધ્યાયના ભેદ છે. સ્વઅધ્યાયઃ પોતાને અર્થે વિચાર કરવો. પોતાના દોષો વિચારી દૂર કરવા. પારકાના દોષો જોવા નહીં. જ્ઞાનીને તો ઉપદેશ કરવા છતાં કર્તાપણું નથી. તેઓ ન્યારા રહીને ઉદયાઘીન બોલે છે કે કંઈ કરે છે, તેથી લપાતા નથી. તેમનો પુરુષાર્થ તો મૌન રહેવા માટે છે. જ્ઞાનીની સર્વ ક્રિયા ઉદયાધીન એટલે છૂટવા માટે છે. અજ્ઞાનીની સર્વ ક્રિયા કર્મબંઘ કરનારી છે. જ્ઞાની ઉદયમાં નિર્લેપ રહીને વર્તે છે, તે દશા અગમ્ય, ઘણી ગહન છે. જ્ઞાનીનો દેશ તો આત્મસ્વરૂપમાં જ છે, “હમ પરદેશી પંખી સાધુ, આ રે દેશકે નાહિ રે !” તેમણે આત્મા અનુભવ્યો છે તેથી આત્માર્થે જ વાણી નીકળે છે. શુષ્કજ્ઞાની તત્ત્વની વાત કરતાં પણ બંઘાય છે કારણ કે તે અહંકાર સહિત વર્તે છે. તેને આત્માનો લક્ષ, નિર્લેપપણું–રાગદ્વેષરહિતપણું નથી તેથી કર્મબંઘ થાય જ. ખરું કર્તવ્ય તો ઉપદેશ લેવા માટે છે. મોક્ષ થતાં સુઘી પહેલો પુરુષાર્થ પોતાને તારવા માટે હોવો જોઈએ.
જપ, તપ, ઔર વ્રતાદિ સબ, તહાં લગી ભ્રમરૂપ; જહાં લગી નહિ સંતકી, પાઈ કૃપા અનુપ. ૫
વળી જે ક્રિયાજડ છે તે જપતપાદિ સ્વચ્છેદે કરી, છુટાશે એમ માને. પરંતુ જ્યાં સુધી સંતકૃપા એટલે આજ્ઞા-આરાઘનથી યોગ્યતા લાવી સન્દુરુષને સંમત થાય તેવું વર્તન કર્યું નથી ત્યાં