________________
૧૦૬
૧૦ બિના નયન પાવે નહીં
બિના નયન પાવે નહીં, બિના નયનકી બાત; સેવે સ કે ચરન, સો પાવે સાક્ષાત્. ૧ આ કડીના જુદા જુદા અર્થ કરી શકાય છે.
૧. બિના નયન–અંતર્ચક્ષુ વિના આત્મા, જે બાહ્ય ચક્ષુથી દેખાતો નથી તેની વાત સમજાય નહીં.
૨. બીજો અર્થ, ન નય, ઉપરથી નયન એટલે લઈ જવું, દોરવું. આત્મા પામવા માટે સદ્ગુરુ જોઈએ. તેઓ આત્મા તરફ લઈ જાય છે પરંતુ છેક સુધી પહોંચવા તો પોતે જ બળ કરવું પડે. ત્યાં બીજાથી લઈ જવાતું નથી. અમુક હદ સુધી પહોંચાડે પણ આગળ તો જીવે પોતે જ પ્રયત્ન કરી ઊંડા ઊતરવું જોઈએ. શ્રી તીર્થકર જેવા પણ આત્મા હાથમાં આપે તેમ આપી શકતા નહીં. ઉપદેશ કરે પણ તે રસ્તે ચાલી પ્રાપ્ત કરવું તે જીવને આઘારે છે. તેમ થવું સદ્ગુરુ વિના બનતું નથી. સગુરુ મળે ને તેમની આજ્ઞા આરાઘે તે જ ખરેખર મેળવી શકે છે.
૩. નયન=નયો. જ્યાં નયોનો પ્રવેશ નથી, વાણીથી પર છે, તેવું સ્વરૂપ સદ્ગુરુના બોઘ વિના પ્રાપ્ત થતું નથી.
બૂઝી ચહત જો પ્યાસકો, હૈ બૂઝનકી રીત; પાવે નહિ ગુરુગમ બિના, એહી અનાદિ સ્થિત. ૨