________________
૧૦૪
નિત્યનિયમાદિ પાઠ મંત્ર એટલે પંચપરમેષ્ઠીને નમસ્કાર કરવાનો મંત્ર. એ નવકારરૂપ મહાપદનું નિરંતર સ્મરણ કરો. એ નવકારમંત્ર શ્રેષ્ઠ છે. બીજા સંસારના મંત્રો લૌકિક છે. મોક્ષના કામમાં આવે તે સુમંત્ર છે. પંચપરમેષ્ઠીમંત્રનો સાર “સહજાત્મસ્વરૂપ છે. પ્રભુશ્રીજી “સહજાત્મસ્વરૂપ સદા સમરો” એમ પણ કહેતા. હે ભવ્યો! તમે મંત્રસ્મરણ નિરંતર કરવારૂપ ભક્તિ કરીને મોક્ષ પામો.
કરશો ક્ષય કેવળ રામકથા, ઘરશો શુભ તત્ત્વ સ્વરૂપ યથા; નૃપચંદ્ર પ્રપંચ અનંત હો,
ભજીને ભગવંત ભવંત લહો. ૫ ભક્તિ કરવાથી રાગકથાનો સર્વથા ક્ષય થાય. તત્ત્વસ્વરૂપ ઘારણ થાય ત્યારે પરાભક્તિ આવે. જેમ જેમ ભગવાનનું શુદ્ધ સ્વરૂપ સમજાય, તે સ્વરૂપમાં વૃત્તિ લીન થાય, તેમ તેમ રાગદ્વેષનો ક્ષય થાય અને અનંત પ્રપંચ છૂટી જાય. અનાદિથી પાંચ ઇન્દ્રિયના વિષયોમાં રાગદ્વેષ કરવાનો અભ્યાસ છે, તે ભક્તિમાં વધારે રહેવાથી દૂર થાય છે. જ્યાં સુધી વિષયોમાં ચિત્ત હોય ત્યાં સુધી ભક્તિમાં ચિત્ત ચોંટે નહીં. વિષયોથી વિરક્ત થાય તેને ભક્તિમાં શુદ્ધ તત્ત્વનો આનંદ આવે. તેથી કહે છે કે હે રાજચંદ્ર ! એવા અનંત કાળના પ્રપંચોનો ક્ષય કરો. અથવા રાજચંદ્ર કહે છે કે ભવ્યો ! ભક્તિથી સંસારના પ્રપંચોને બાળી નાખો અને મોક્ષ પામો.
વિશેષાર્થ :- ભજ એટલે જવું. ભગવાનના સ્વરૂપ તરફ જવું તે. તે તરફ જનારાને ભક્ત કહ્યો. જગતથી જુદો થાય ત્યારે