________________
૧૦૨
ભક્તિનો ઉપદેશ
(તોટક છંદ)
શુભ શીતળતામય છાંય રહી, મનવાંછિત જ્યાં ફળપંક્તિ કહી; જિન ભક્તિ ગ્રહો તરુ કલ્પ અહો,
ભજીને ભગવંત ભવંત લહો. ૧ જિનેશ્વરની ભક્તિ કલ્પવૃક્ષ જેવી છે. જેમ કલ્પવૃક્ષની શીતળ છાયા પડે તેમ ભક્તિથી શાંત પરિણામ થાય, ક્રોઘ માન માયા લોભ સમાઈ જાય. જેમ કલ્પવૃક્ષ ઇચ્છિત ફળો આપે તેમ ભક્તિથી વગર ઇયે પણ પુણ્ય ઘણું બંધાય. તેના ફળરૂપે ભવિષ્યમાં જે ઇચ્છે તે મળે. પુણ્યાનુબંધી પુણ્યથી ફરી ભક્તિ થાય એવો મનુષ્યભવ મળે અને મોક્ષ થાય. માટે હે ભવ્યો ! જિનભક્તિ કરીને તમે ભવંત (ભવ+અંત) એટલે સંસારનો અંત પામો અર્થાતુ મોક્ષ પામો.
નિજ આત્મસ્વરૂપ મુદા પ્રગટે, મન તાપ ઉતાપ તમામ મટે; અતિ નિર્ભરતા વણ દામ ગ્રહો,
ભર્જીને ભગવંત ભવંત વહો. ૨ મુદા=આનંદ. ભગવાનની ભક્તિ કરવાથી આત્મસ્વરૂપનો આનંદ પ્રગટે છે અને મનમાં સંતાપ, ઉતાપ થતા હોય તે બધા મટે. ઘણું ખોટું લાગ્યું હોય કે જાણે મરી જાઉં, તે બધું ભક્તિમાં