________________
૩૮
અહીં જ મોક્ષ છે. તેને
તે અનંતાન
નિત્યનિયમાદિ પાઠ પણ મિથ્યાત્વ છે તો પાપી જ છે. બઘાં પાપનું મૂળ મિથ્યાત્વ છે. જેને છૂટવું છે તેણે પ્રથમ મિથ્યાત્વને ટાળવા લક્ષ રાખવાનો છે. ઘન, રૂપ, બળ, વિદ્યા, કુળ, જાતિ, ઐશ્વર્ય અને તપ એ આઠ પ્રકારના મદ છે તેમાં તણાઈ જાય છે. નજીવી વસ્તુ મળી તેનો અહંકાર. અનંતાનુબંધી કષાય મિથ્યાત્વ સાથે રહે છે, તેને પ્રથમ કાઢવાના છે. માન ન હોય તો અહીં જ મોક્ષ હોય. હું જાણું છું એમ થાય છે તે અનંતાનુબંધી માન છે. તે જાય તો તો સમકિત થાય. મિથ્યાત્વ જાય ત્યાંથી જ મોક્ષની શરૂઆત છે.
જ્યાં સુધી કર્મ-રજ છે ત્યાં સુધી મલિન છે. કર્મ નિમિત્તે ભાવ મલિન થાય છે. તેથી તે આત્માને અપવિત્ર કરે છે.
હે પરમાત્મા ! તમારાં કહેલાં તત્ત્વ વિના મારો મોક્ષ નથી. હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું. અજ્ઞાનથી અંધ થયો છું, મારામાં વિવેકશક્તિ નથી અને હું મૂઢ છું, હું નિરાશ્રિત છું, અનાથ છું.
હું આવો છું પણ પરમાત્મા પવિત્ર છે, સર્વ કર્મરજથી રહિત છે. તેથી તેમનું અવલંબન લેવા કહે છે કે, હે પરમાત્મા ! તમારાં કહેલાં તત્ત્વ વિના મારો મોક્ષ નથી. તત્ત્વ એટલે દેવગુરુઘર્મ. જ્યારે મોક્ષ કરવો હશે ત્યારે આ ત્રણનું અવલંબન લેવું પડશે. હું શું કરું છું ? ક્ષણે ક્ષણે શું કરી રહ્યો છું? તેની કાળજી રાખવી જોઈએ. હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું. પ્રપંચ= પાંચ ઇંદ્રિયોના વિષયોમાં લાગી રહેવું તે બઘો પ્રપંચ છે. જોવા, સાંભળવા વગેરેમાં ખોટી થઈ રહ્યો છે. પરમાત્મા તરફ વળવું હોય તો ઇંદ્રિયોનો સંયમ જોઈએ. પરંતુ હું તો નિરંતર પ્રપંચમાં વર્તુ છું. અજ્ઞાનથી વિપરીત બુદ્ધિથી તેને સારું માન્યું છે. જે