________________
૬૨
નિત્યનિયમાદિ પાઠ ઇચ્છયા વિના માત્ર નિષ્કારણ કરુણાશીલતાથી આપ્યો, એમ છતાં પણ જેણે અન્ય જીવને વિષે આ મારો શિષ્ય છે, અથવા ભક્તિનો કર્તા છે, માટે મારો છે, એમ કદી જોયું નથી, એવા જે સત્પરુષ તેને અત્યંત ભક્તિએ ફરી ફરી નમસ્કાર હો !
આત્મસ્વરૂપ આ છ પદથી સિદ્ધ થયું. તે શાથી પ્રગટે ? સત્પરુષના વચનને અંગીકાર કરવાથી. સત્પરુષનું યોગબળ, મન વચન કાયાનું બળ સંપૂર્ણ જગતને અને વિશેષે કરીને ભવ્ય જીવોને પરમ હિતકારી છે. આત્મસ્વરૂપની પ્રાપ્તિ થતાં પછી આ લોકભય, પરલોકભય, મરણભય વગેરે શાસ્ત્રમાં કહેલા સાત ભય અને બીજા બધા ભય દેહાશ્રિત હોવાથી નાશ પામે છે. તેથી આત્મા નિર્ભય થાય છે, અને સર્વકાળ અનંત આત્મસુખને પ્રાપ્ત કરનારો થાય છે. જેનાં વચનબળથી સર્વ ભય નાશ પામે અને હંમેશને માટે સંપૂર્ણ આનંદ પ્રાપ્ત થાય તે વચનના કહેનાર એવા સત્પરુષનો ઉપકાર વાણીથી કહી ન શકાય એવો છે. સત્પરુષનું વચન અંગીકાર થાય, દ્રઢપણે પરિણમે ત્યાં છે પદથી સિદ્ધ એવું આત્મસ્વરૂપ પ્રગટે છે. સમતિ થયું, પોતાને પરમાત્મારૂપે જ ઓળખ્યો તેથી હવે તેને બાહ્ય સંયોગો વ્યાધિ આદિ દુઃખી કરી શકે નહીં, કારણ કે તે તો દેહમાં થાય છે. આત્મા તો સદા દેહથી ભિન્ન આનંદસ્વરૂપ છે, એવો અનુભવ થતાં ભવિષ્યનો કોઈ ભય રહેતો નથી. જીવ સદા નિર્ભય, આનંદસ્વરૂપને પામ્યો. આ શાથી થયું ? માત્ર સત્પરુષના વચનથી. તે સત્યરુષનું સ્વરૂપ વચનથી વર્ણવી શકાય તેવું નથી. તેઓ ઉપદેશ કરે છે તે માત્ર કરુણા સ્વભાવથી કંઈ પણ