________________
છ પદનો પત્ર
સ્વચ્છંદે અવિચારીપણે જે વર્તન થતું હતું તે આપોઆપ છૂટી જાય. સત્પુરુષની ભક્તિથી સત્પુરુષની આશાએ વર્તાય. દરેક કાર્યમાં સત્પુરુષ કેમ વર્તે ? તેમને હું કેમ વર્તે તો રુચે ? એમ વિચારી આત્માની પરિણતિ તે મુજબ કરે તેથી સ્વચ્છંદ રોકાય. અને સત્પુરુષને તો આત્મામાં રહેવું પ્રિય છે, એ સમજાતાં સહેજે આત્મબોઘ થાય. ભક્તિથી આત્માનુભવમાં સહેજે સ્થિતિ થાય છે. માટે સત્પુરુષની ભક્તિ એ શિષ્યને પરમ ઉપકારી છે. એમાં સત્પુરુષને સ્વાર્થ નથી, પણ સાચા પુરુષની ભક્તિ છે તે ભક્તને કલ્યાણ, મોક્ષ આપનારી છે.
1353
૬૫
સત્પુરુષને નમસ્કાર પ્રથમ તેમનો ઉપકાર વિચારીને કર્યો. પછી તે અપૂર્વ ઉપકાર કંઈ પણ બદલાની ઇચ્છા વિના કર્યો તે વિચારી નમસ્કાર કહ્યા. પછી સત્પુરુષોએ મોક્ષને આપનારી સદ્ગુરુની ભક્તિ આપી તેથી ઉપકાર માન્યો અને છેવટે આત્માનું અદ્ભુત કેવલજ્ઞાનસ્વરૂપ જેના યોગે પ્રાપ્ત થવાનું છે તેના અતિ ઉલ્લાસભાવે સત્પુરુષને નમસ્કાર કર્યા છે તે ઉત્તમ કળશરૂપ છે.
જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળજ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી, પણ જેના વચનના વિચારયોગે શક્તિપણે કેવળજ્ઞાન છે એમ સ્પષ્ટ જાણ્યું છે, શ્રદ્ઘાપણે કેવળજ્ઞાન થયું છે, વિચાર દશાએ કેવળજ્ઞાન થયું છે, ઇચ્છાદશાએ કેવળજ્ઞાન થયું છે, મુખ્ય નયના હેતુથી કેવળજ્ઞાન વર્તે છે, તે કેવળજ્ઞાન સર્વ અવ્યાબાધ સુખનું પ્રગટ કરનાર, જેના યોગે સહજ માત્રમાં જીવ પામવા યોગ્ય થયો, તે સત્પુરુષના ઉપકારને સર્વોત્કૃષ્ટ ભક્તિએ નમસ્કાર હો ! નમસ્કાર હો !
5