________________
૮૨
નિત્યનિયમાદિ પાઠ રૂપ સમ્યફ જ્ઞાન દર્શન ચારિત્ર થયા પછી તેમાં પ્રતિદિન ઉજ્વળતા થતી જાય, જ્ઞાન-દર્શનચારિત્રરૂપ આત્મા કર્મને દૂર કરી શુદ્ધતા પામતો જાય, તે શ્રી જિન ભગવાને કહેલો મોક્ષમાર્ગ આત્મામાં જ રહ્યો છે. એમ જેમણે તે આત્મા યથાર્થ જામ્યો છે અને જાગૃત થયા છે એવા જ્ઞાનીએ શાસ્ત્રમાં કહ્યું છે.
લિંગ અને ભેદો જે વ્રતના રે,
દ્રવ્ય દેશ કાળાદિ ભેદ; મૂળ, પણ જ્ઞાનાદિની જે શુદ્ધતા રે,
તે તો ત્રણે કાળે અભેદ. મૂળ૦ ૪ મુનિના આચારરૂપ વ્રત અને વેષ સંબંધી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ વગેરે લક્ષમાં લઈને જ્ઞાનીઓએ ભેદો જણાવ્યા છે પણ તે સર્વમાં અંતર્યાગ પર લક્ષ રાખી મુક્ત થવાનો મુખ્ય બોઘ છે. દેશ કાળને અનુસરીને વેષ, વ્રત, બાહ્ય આચરણ વગેરેમાં ભેદ પડે પરંતુ જે રીતે આત્માના જ્ઞાનાદિ ગુણોની નિર્મળતા થવાથી મોક્ષ થાય છે એ વાતમાં તો મતભેદ થઈ શકે નહીં. જે મોક્ષે ગયા છે તે સર્વ મોહનીય કર્મનો ક્ષય કરી કેવલજ્ઞાન પામીને જ ગયા છે. જ્ઞાન-દર્શનચારિત્રની શુદ્ધતા એ જ મોક્ષમાર્ગ છે, એમાં કંઈ ભેદ નથી. ત્રણે કાળમાં તે માર્ગ એક સરખો છે.
એક હોય ત્રણ કાળમાં પરમારથનો પંથ”(આત્મસિદ્ધિ). જેઓ વસ્ત્ર વગેરેનો આગ્રહ કરે છે તેમને દેહમાં મમત્વ હોય છે તેથી સમતિથી–મૂળમાર્ગથી ઘણું કરીને વિમુખ રહે છે.
હવે જ્ઞાન દર્શનાદિ શબ્દનો રે,
સંક્ષેપે સુણો પરમાર્થ; મૂળ૦