________________
મૂળ મારગ
તેને જોતાં વિચારીરી વિશેષથી રે, સમજાશે ઉત્તમ આત્માર્થ. મૂળ ૫
૮૩
હવે જ્ઞાન, દર્શન ને ચારિત્ર એ ત્રણનો ઉત્કૃષ્ટ ભાવાર્થ ટૂંકામાં કહેવાય છે તે સાંભળો. તે સંક્ષેપ અર્થને ઊંડા ઊતરી વિસ્તારપૂર્વક વિચારવાથી આત્માનું હિત શું તે સમજાશે. “કર વિચાર તો પામ' એમ આત્મસિદ્ધિમાં પણ કહ્યું છે.
છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ; મૂળ એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રે,
કહ્યું શાન તેનું નામ ખાસ. મૂળ૦ ૬ દેહાદિથી ન્યારો, અરૂપી, જ્ઞાનસ્વરૂપ આત્મા છે. તેને ઓળખવાનું લક્ષણ ઉપયોગ છે. ચેતન સ્વરૂપ હોઈ જાણવાના કાર્યમાં નિરંતર પ્રવર્તી રહેલો તે અનુભવમાં આવે છે. વળી તે સદા વિદ્યમાન રહે છે. એમ જે આત્માનું લક્ષણ અને નિત્યતા સહિત અસ્તિત્વ જણાવ્યું તે પોતાની મેળે સ્વચ્છંદે સમજાતું નથી. પરંતુ સદ્ગુરુ કે જેમણે તેનો યથાર્થ અનુભવ કર્યો છે તેઓ સાચું જ કહે છે એવી પુરુષપ્રતીતિપૂર્વક પોતાના આત્માની ઓળખાણ કરે તો જ તે જ્ઞાન ખાસમોક્ષમાર્ગમાં ઉપયોગી થાય તેવું યથાર્થ જ્ઞાન છે. અગ્નિ સળગે તો જેમ સર્વ કંઈ ભસ્મ કરી શકે તેમ આ ભેદજ્ઞાન આત્માને આવરણ કરનાર અને દુઃખી કરનાર કર્મોના સમૂહને બાળીને ભસ્મ કરી શકે. પરંતુ જ્ઞાનીની સાક્ષીએ, જ્ઞાનીની શ્રદ્ધાએ માન્યતા થવી જોઈએ તો તે તેજાબરૂપ બને એટલે કે સમ્યજ્ઞાન થાય. સમ્યક્ત્વ સહિત જ્ઞાન