________________
૯૬
નિત્યનિયમાદિ પાઠ
જીવાજીવ સ્થિતિને જોઈ, ટળ્યો ઓતો શંકા ખોઈ; એમ જ સ્થિતિ ત્યાં નહીં ઉપાય, ‘ઉપાય કાં નહીં ?’ શંકા જાય. ૩ એ આશ્ચર્ય જાણે તે જાણ, જાણે જ્યારે પ્રગટે સમજે બંઘમુક્તિયુત જીવ, નોંરખી ટાળે શોક સદીવ. ૪
ભાણ;
જુદા જુદા દર્શનોમાં જુદી જુદી શૈલીથી એક આત્માનું જ મહત્ત્વ ગાયું છે અને સંસાર દુઃખરૂપ છે એવો વિવેક પણ દરેક દર્શનમાં જણાય છે, તેમ છતાં પણ તે બધામાં જે સ્યાદ્વાદ શૈલી છે તે ખરી છે યથાર્થ છે.
લોકની મૂળ સ્થિતિસ્વરૂપ અથવા આત્માનું શુદ્ધ સ્વરૂપ કેવું છે એ જો તમે મને પૂછો તો હું કહું કે જેવું યોગી-કેવલજ્ઞાની સર્વજ્ઞ ભગવાને જોયું અને ઉપદેશ્યું તેવું છે. સર્વજ્ઞ ભગવાને કહ્યું છે કે અનંત એવા અલોકાકાશની વચ્ચે આ લોક રહ્યો છે અને તે ત્રણે કાળે—આદિ મધ્ય ને અંતમાં—એ રૂપે રહેવાનો છે. અર્થાત્ અલોકાકાશમાં એકલું આકાશ દ્રવ્ય છે. તેની વચ્ચે પુરુષાકારે લોક આવેલો છે તે છ દ્રવ્યથી યુક્ત છે. લોકનો મધ્ય ભાગ અસંખ્યાતા દ્વીપસમુદ્રથી યુક્ત એક રાજુ પ્રમાણ છે. તે મધ્યલોક કહેવાય છે. તેમાં મનુષ્ય, તિર્યંચ અને વ્યંતરોના આવાસ છે. વચમાં મેરુપર્વત છે ત્યાંથી અઢી દ્વીપ સુધી જ મનુષ્યનો નિવાસ છે. આ મધ્યલોકની ઉપર નીચે સાત રાજુ પ્રમાણ વિસ્તાર છે. તેમાં ઊર્ધ્વલોકની પહોળાઈ એક રાજુથી