________________
૯૪
નિત્યનિયમાદિ પાઠ તમે એ વિષે કંઈ વિચાર્યું હોય તે અમને કહો તો અમે ખુશીથી સાંભળીશું અથવા અમને જે સમજાયું હશે તે કહીશું એમ પરસ્પર હિતકારી થાય એ રીતે વિચારોની આપલે કરીશું.
૨ શું કરવાથી પોતે સુખી?
શું કરવાથી પોતે દુઃખી? પોતે શું ? ક્યાંથી છે આપ?
એનો માગો શીઘ્ર જવાપ. ૧ એમ લોકસ્વરૂપ સમજવાની અગત્ય છે તેથી પણ પહેલાં પોતાના અંગત સુખદુઃખની વાત વિચારવી અગત્યની છે. શું કરવાથી આત્મા સુખી થાય? શું કરવાથી આત્મા દુઃખી થાય? પોતે કોણ છે ? વગેરે શંકાઓના જ્ઞાની પાસે પ્રશ્ન પૂછી વિના વિલંબે સમાધાન કરી લો.
૩ જ્યાં શંકા ત્યાં ગણ સંતાપ,
જ્ઞાન તહાં શંકા નહિ સ્થાપ; પ્રભુભક્તિ ત્યાં ઉત્તમ જ્ઞાન, પ્રભુ મેળવવા ગુરુ ભગવાન. ૧ ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય; તે ઊપજવા પૂર્તિત ભાગ્ય; તેમ નહીં તો કંઈ સત્સંગ,
તેમ નહીં તો કંઈ દુઃખરંગ. ૨ ઉપર કહી તે સર્વ શંકાઓનું સમાધાન કરી લેવું જરૂરનું છે કારણ કે શંકા મનને સંતાપ કરનારી છે. શંકાનું સમાધાન કોણ કરી શકે? જ્યાં અજ્ઞાન હોય ત્યાં તો અનેક મિથ્યા માન્યતા હોય