________________
૯૯
લોક પુરુષસંસ્થાને કહ્યો બંઘયુક્ત ઑવ કર્મ સહિત, પુદ્ગલ રચના કર્મ ખચીત; પુદ્ગલજ્ઞાન પ્રથમ લે જાણ, નર દેહે પછ પામે ધ્યાન. ૫ જો કે પુદ્ગલનો એ દેહ, તોપણ ઓર સ્થિતિ ત્યાં છે; સમજણ બીજી પછી કહીશ,
જ્યારે ચિત્તે સ્થિર થઈશ. ૬ બંધયુક્ત જીવો કર્મસહિત છે અને તે કર્મ નક્કી પુદ્ગલની રચનારૂપે છે. પરમાણુ અતિ સૂક્ષ્મ છે. ચોક્કસ પ્રકારના સરખા પરિણામે પરિણમેલા પરમાણુઓના સમૂહથી વર્ગ થાય છે. વર્ગના સમૂહથી વર્ગણા થાય છે. વર્ગણાના ૨૨ પ્રકાર મુખ્યપણે કહ્યા છે. તેમાંની આહારવર્ગણા, તૈજસવર્ગણા, ભાષાવર્ગણા, મનોવર્ગણા અને કાર્મણવર્ગણા એ પાંચ જ વર્ગણા જીવને ગ્રાહ્ય છે અને તે ઉત્તરોત્તર વિશેષવિશેષ સૂક્ષ્મ છે. બાકીની વર્ગણા જીવને અગ્રાહ્ય છે તેમ જ સૂક્ષ્મ છે. આહારવર્ગણાથી ઔદારિક, વૈક્રિયિક ને આહારક શરીર બને છે. સંસારમાં જીવકર્મનો સંયોગ અનાદિથી છે. પૂર્વે બાંધેલાં કર્મ સત્તામાં હોય છે, તે કાળ પાકીને ઉદયમાં આવતાં જાય છે. એ પ્રમાણે સંસારી જીવોને કર્મનો ઉદય નિરંતર હોય છે, તે સૂક્ષ્મરૂપે હોવાથી જણાતો નથી. વળી તે યોગ્ય નિમિત્ત પામીને રસ આપે છે તેથી જીવમાં આકુળતા થાય છે અને તદનુસાર જેવા ભાવ જીવ સમયે સમયે કરે છે તેવાં નવાં કર્મ બંઘાતાં જાય છે. તે કર્મનાં પ્રકાર, સ્થિતિ, અનુભાગ, પ્રદેશ, બંધ, સત્તા, ઉદય, ઉદીરણા અને