________________
લોક પુરુષસંસ્થાને કહ્યો
૯૫ છે અને તે બીજી અનેક શંકાઓને ઉત્પન્ન કરનારી સંતાપયુક્ત જ હોય છે, તેથી અજ્ઞાની પાસેથી તો શંકાઓનું વાસ્તવિક સમાઘાન થઈ શકે નહીં. જ્ઞાની કોણ ? જેનામાં જ્ઞાન હોય તે જ્ઞાની છે. જ્ઞાન હોય ત્યાં પછી વિપરીત માન્યતા કે શંકા હોય નહીં. એવા સાચા જ્ઞાની હોય તો પછી તે જે કહે તેમાં શંકા ન કરો. અર્થાતુ તે જે કહે તે પ્રમાણ કરો. જ્ઞાન છે એ શાથી જણાય? જ્યાં પ્રભુભક્તિ અથવા શુદ્ધ સ્વરૂપની સાઘના હોય ત્યાં જ્ઞાન હોય અને એવા શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ માટે સાચા ગુરુ અને તેમની ભગવાનરૂપે આરાધના કરવી જોઈએ. ગુરુ શાથી ઓળખાય? સાચો વૈરાગ્ય હોય તો જ ગુરુ સાચા છે કે નહીં એ વાસ્તવિક સમજાય છે. એવો વૈરાગ્ય શી રીતે જાગે ? પૂર્વે આત્માની આરાઘના કરી હોય તો તેના ફળરૂપે એવો વૈરાગ્ય જાગે છે. અથવા કંઈક સત્સંગ સંતસમાગમ મળી આવતાં વૈરાગ્ય પ્રગટે છે. અથવા તો સંસારમાં દુઃખના પ્રસંગને કારણે પણ વૈરાગ્ય ઊપજે છે.
૪ જે ગાયો તે સઘળે એક, સકળ દર્શને એ જ વિવેક; સમજાવ્યાની શૈલી કરી, સ્યાદ્વાદ સમજણ પણ ખરી. ૧ મૂળ સ્થિતિ છે પૂછો મને, તો સોંપી દઉં યોગી કને; પ્રથમ અંત ને મળે એક, લોકરૂપ અલોકે દેખ. ૨