________________
નિત્યનિયમાદિ પાઠ ચાર વેદ પુરાણ આદિ, શાસ્ત્ર સૌ મિથ્યાત્વનાં, શ્રીનંદસૂત્રે ભાખિયાં છે, ભેદ જ્યાં સિદ્ધાંતના; પણ જ્ઞાનીને તે જ્ઞાન ભાસ્યાં, એ જ ઠેકાણે ઠરો, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો. ૭
જો આત્મદ્રષ્ટિ હોય તો પછી તે ગમે તે શાસ્ત્ર વાંચે, ભણે તો તેને જુદા જુદા નયથી આત્માને અર્થે જ ગ્રહણ કરી શકે, લાગુ પાડી શકે. શ્રી ગૌતમસ્વામીને ચાર વેદ જાણવા ભગવાને સમ્યક્ નેત્ર આપ્યાં હતાં. એ સમ્યક્રનેત્ર-સમ્યદ્રષ્ટિસમ્યકજ્ઞાન કે આત્મજ્ઞાન; ત્યાં જ કરવાનું છે. બધું કરીને આવવાનું ત્યાં જ છે. તેને અર્થે જ બઘાં સાઘન છે.
વ્રત નહીં પચખાણ નહિ, નહિ ત્યાગ વસ્તુ કોઈનો, મહાપા તીર્થંકર થશે, શ્રેણિક ઠાણંગ જોઈ લો. છેદ્યો અનંતા.................. •••••••••••••••••••
એક સમક્તિ હોય પછી વ્રત પચખાણ કંઈ ન કરવા છતાં તીર્થકર થઈ મોક્ષે જશે તે શ્રેણિક ચરિત્રથી આત્મજ્ઞાનનું અત્યંત મહત્ત્વ સમજાય છે. તે વિષે ઠાણાંગસૂત્રમાં ઉલ્લેખ છે. - તે ક્યારે બને? અનંતાનુબંઘી છેદાય ત્યારે. તે માટે જ્ઞાની પ્રત્યે પૂર્ણ પ્રેમ જાગવો જોઈએ. તો જ અનંતાનુબંધી કષાય જઈને સમકિત પ્રગટે છે.