________________
૮૯
જિનવર કહે છે જ્ઞાન તેને... “ભણ્યો પણ ગણ્યો નહીં” એ કહેવત જેવું ન બને માટે ભવ્ય જનોને ચેતાવ્યા છે.
નહિ ગ્રંથમાંહીં જ્ઞાન ભાખ્યું, જ્ઞાન નહિ કવિચાતુરી, નહિ મંત્ર તંત્રો જ્ઞાન દાખ્યાં, જ્ઞાન નહિ ભાષા ઠરી; નહિ અન્ય સ્થાને શાન ભાખ્યું, જ્ઞાન જ્ઞાનીમાં કળો, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો. ૨
જ્ઞાન છે તે ચેતનસ્વરૂપ આત્માનો ગુણ છે તેથી તેનું અસ્તિત્વ કોઈ ગ્રંથમાં કે કવિતામાં, કોઈ રહસ્યભૂત મંત્રમાં કે વિસ્તારવાળા તંત્ર–રચનામાં નથી; તેમ ભાષાના શબ્દોમાં કે બીજી રીતે આત્માથી ભિન્ન સ્થળે ક્યાંય જ્ઞાન નથી. માત્ર જ્ઞાનીએ પોતાનું સ્વરૂપ જાણ્યું છે ને આત્માનો અનુભવ કરે છે, તે આત્માનો અનુભવ એ જ જ્ઞાન છે. માટે જ્ઞાન જ્ઞાનીમાં જ છે. તે કેવી રીતે છે?
આ જીવ ને આ દેહ એવો, ભેદ જો ભાસ્યો નહીં, પચખાણ કીઘાં ત્યાં સુધી, મોક્ષાર્થ તે ભાખ્યાં નહીં; એ પાંચમે અંગે કહ્યો, ઉપદેશ કેવળ નિર્મળો, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો. ૩
જ્યારે આત્માને દેહથી ભિન્ન પ્રત્યક્ષ જુદો અનુભવે છે, ત્યાં જ જ્ઞાન રહ્યું છે. જ્યારે તે ભેદજ્ઞાન થાય ત્યાર પછી જ મોક્ષ સારુ કરેલો પુરુષાર્થ સફળ છે. તે પહેલાં જે વ્રત પચખાણ કરે છે તે સંસાર માટે થાય છે. તેને મોક્ષાર્થે ન ગણી શકાય એમ ભગવતીસૂત્રમાં કહ્યું છે તે તદ્દન સત્ય છે. જેને દેહમાં આત્મબુદ્ધિ છે તે સુંદર શરીર ને દિવ્ય વિષયભોગો જ અજાણપણે