________________
જિનવર કહે છે જ્ઞાન તેને...
-
- -
-
-
-
-
(હરિગીત) જિવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો. જો હોય પૂર્વ ભણેલ નવ પણ, જીવને જાણ્યો નહીં, તો સર્વતે અજ્ઞાન ભાખ્યું, સાક્ષ છે આગમ અહીં, એ પૂર્વ સર્વ કહ્યાં વિશેષ, જીવ કરવા નિર્મળો, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો. ૧
જિનેશ્વર સમ્યકજ્ઞાન કોને કહે છે તે હે સર્વ ભવ્ય જનો ! તમે સાંભળો. નવ પૂર્વ ભણ્યો હોય પણ પોતાના આત્માનું દર્શન ન થયું, આત્માને ઓળખ્યો, જાણ્યો નહીં, તો સમ્યક્દર્શન વગર જ્ઞાન તે કુશાન છે તેથી તેને અજ્ઞાન ગણવાનું શાસ્ત્રમાં કહ્યું છે. એ પૂર્વ એટલે શાસ્ત્રો જીવને અધિકારી થવા માટે–જીવ પોતાના દોષો જાણી તેથી રહિત થાય તે માટે–કહ્યાં છે. એ જ તેનો વિશેષ હેતુ છે કે શાસ્ત્રજ્ઞાન દ્વારા જ્ઞાનીનાં વચન અંતરમાં ઉતારીને શુદ્ધ થવું. દોષો વર્ણવ્યા હોય તે પોતામાંથી કાઢવા ને ગુણ બતાવ્યા હોય તે પ્રગટાવવા. આ મારે માટે જ કહ્યું છે એમ માન્ય કરવું. તેને બદલે શાસ્ત્ર ભણીને અભિમાન કરે, પોતે આચરે નહીં અને બીજાને કહી બતાવવા, શિખામણ આપવા જાય તો શાસ્ત્ર ઊલટાં વિપરીત પરિણમે ને નુકસાન કરે. આત્મજ્ઞાન થવામાં આડાં આવે. માટે પોતાને માટે પરિણાવી ગુણ પ્રગટાવવા જોઈએ.
રે નહીં અને જલે શાસ્ત્ર ભણસાર માટે જ કહ્યું છે