________________
મૂળ મારગ
૮૭ આ જ્ઞાન દર્શન ચારિત્રરૂપ મોક્ષમાર્ગ વર્ણવ્યો. તેને સ્વચ્છંદ ને પ્રતિબંઘ મૂકીને સદ્ગુરુના ઉપદેશરૂપે ધારણ કરે. તેથી અનાદિ કાળનાં બંધન તૂટે ને આત્મા મુક્ત થાય અથવા મોક્ષનું કારણ જે સમકિત-આત્મદર્શન છે તેને પ્રાપ્ત કરે.
એમ દેવ જિનંદે ભાણિયું રે,
મોક્ષમારગનું શુદ્ધ સ્વરૂપ; મૂળ ભવ્ય જનોના હિતને કારણે રે,
સંક્ષેપે કહ્યું સ્વરૂપ. મૂળ૦ ૧૧ મોક્ષમાર્ગ પામવા મનુષ્યભવ, સરુનો યોગ, બોઘની પ્રાપ્તિ, કર્મની સ્થિતિ ઘટવી, પુણ્યનો ઉદય વગેરે પરંપરાનાં કારણો ઘણાં છે; પરંતુ મોક્ષમાર્ગનું શુદ્ધસ્વરૂપ જે સમ્યક જ્ઞાનદર્શનચારિત્રરૂપ ભગવાને કહ્યું છે તે અહીં વર્ણવ્યું છે, તે દ્વારા ભવ્ય એટલે નિકટ મોક્ષગામી જીવો સમકિત પામી અનુક્રમે મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે. સ્વરૂપ એટલે આત્માની જ વાત અહીં સંક્ષેપમાં વર્ણવી છે, જેથી ભવ્ય જીવોનું કલ્યાણ થાય.
IIIIL IIIIII