________________
મૂળ મારગ
* ૮૧ પ્રરૂપણા કરીને ભવ વઘારવા એ રૂપ દુઃખની અંતરમાં ઇચ્છા નથી.
કરી જોજો વચનની તુલના રે,
જોજો શોધીને જિનસિદ્ધાંત; મૂળ૦ માત્ર કહેવું પરમારથ હેતુથી રે,
કોઈ પામે મુમુક્ષુ વાત. મૂળ૦ ૨ આ વચનોને તમે ન્યાયને કાંટે તોળી જોજો, તેમ જ જૈન સિદ્ધાંતો સાથે સરખાવી જોજો, તો કેવળ સત્ય જણાશે. આમાં શાસ્ત્રને અનુસરીને સત્ય વાત કહી છે. તેમાં બધાં શાસ્ત્રોનો સાર–આત્મા મુક્ત શી રીતે થાય ? એ સ્પષ્ટ ટૂંકામાં કહ્યું હોવાથી શ્રદ્ધાની દૃઢતા થવામાં હિતકારી છે, તેમ જ કોઈ સંસારથી વૈરાગ્ય પામી મુક્ત થવાની ભાવનાવાળો હશે તેને શાસ્ત્રો શોઘતાં મળવું મુશ્કેલ તે સહેજે સ્પષ્ટ સમજાશે. પરંતુ જે છૂટવાનો કામી નથી તેને તેમાં મહત્ત્વ ન પણ લાગે.
શાન, દર્શન, ચારિત્રની શુદ્ધતા રે,
એકપણે અને અવિરુદ્ધનું મૂળ જિનમારગ તે પરમાર્થથી રે,
એમ કહ્યું સિદ્ધાંતે બુઘ. મૂળ૦ ૩ આત્માના ગુણ જ્ઞાન, દર્શન ને ચારિત્ર છે તે વિપરીતપણે સંસારમાં પ્રવર્તે છે, તેને આત્મામાં એકતાપૂર્વક આત્માના હિતપણે વર્તાવવા–વિરોઘપણે નહીં. અન્ય વસ્તુઓનું જ્ઞાન પાંચ ઇન્દ્રિય અને મનથી થાય છે તે પ્રકારે નહીં, પરંતુ આત્મા દ્વારા, આત્મસ્વરૂપનું જ જ્ઞાન, તેની જ શ્રદ્ધા અને તેમાં જ સ્થિતિ, એ