________________
અપૂર્વ અવસર
ઉપર જઈ શકે, સહકારી કારણોના અભાવે આગળ ન જઈ શકવાથી લોકને અંતે સ્થિર થાય છે. મોક્ષમાં જે સમાઘિ સુખ છે તે સુખની આદિ છે પણ અંત નથી અર્થાત્ કોઈ કાળે તેનો નાશ થવાનો નથી.
20
જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો; તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે ? અનુભવગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો.અપૂર્વ૦૨૦ એ સિદ્ધપદ ને તેનું સુખ, સર્વજ્ઞ અરિહંત ભગવાન કેવલજ્ઞાન પ્રગટ હોવાથી દેહમાં રહ્યા છતાં જાણે છે ને અનુભવે છે, છતાં તેમની ૩૫ અતિશયવાળી વાણીથી પણ તેને યથાર્થ વર્ણવી શકતા નથી, તો અલ્પજ્ઞની વાણીથી તો તેનું વર્ણન શું થઈ શકે ? તે તો માત્ર અનુભવે જ સમજાય એવું છે.
એહ પરમપદ પ્રાપ્તિનું કર્યું ઘ્યાન મેં, ગજા વગર ને હાલ મનોરથરૂપ જો; તો પણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો, પ્રભુ–આશાએ થાશું તે જ સ્વરૂપ જો. અપૂર્વ૦૨૧ તે પરમ સિદ્ધપદનું મેં આ પદમાં ભાવનારૂપ ઘ્યાન કર્યું છે. ‘‘અપૂર્વ અવસર’’ ધર્મધ્યાનરૂપે જ છે. હાલ તુરત તે પદમાં પહોંચાય એટલી શક્તિ નથી, છતાં એ જ ધ્યાન છે; એ જ ભાવના છે. અને શ્રીમદ્ રાજચંદ્ર કહે છે કે મારા મનમાં દૃઢ નિશ્ચય વર્તે છે કે ભગવાનની આજ્ઞાએ વર્તતાં તે સિદ્ધ સ્વરૂપ અવશ્ય પ્રાપ્ત કરીશું.