________________
અપૂર્વ અવસર વેદનીયાદિ ચાર કર્મ વર્તે જહાં, બળી સીંદરીવત્ આકૃતિ માત્ર જો; તે દેહાયુષ આર્થોન જેની સ્થિતિ છે,
આયુષ પૂર્વે, મટિયે દૈહિક પાત્ર જો.અપૂર્વ ૧૬ તેમનાં ચાર કર્મો ગયાં પણ ચાર તો હજુ બાકી છે એટલે અર્ધા તો છે એમ કોઈ કહે. પરંતુ તેમ નથી. જે ચાર બાકી રહ્યાં તે તો માત્ર જોવા પૂરતાં છે. જેમકે દોરડી બળી ગઈ, પછી તે પડી હોય તો દેખાય પણ રાખરૂપ હોવાથી બાંધી ન શકે, તેમ આ કર્મો કંઈ હાનિ કરી શક્તા નથી. તેમને અનંતસુખ ને અનંતવીર્ય છે તેની આગળ આ કર્મો સત્ત્વ વિનાનાં છે. કોઈ રીતે પીડા ન કરે. આયુષ્ય કર્મ છે ત્યાં સુધી દેહમાં રહેવાનું છે. તે પૂર્ણ થયે, દેહ રહિત સિદ્ધ દશા થાય છે. દેહ છતાં પણ તેમની દશા તો સંપૂર્ણપણે દેહાતીત છે; દેહ છૂટ્યા પછી ફરી દેહ તેમને કદી ઘરવાનો નથી.
મન વચન કાયા ને કર્મની વર્ગણા, છૂટે જહાં સકળ મુગલ સંબંઘ ; એવું અયોગી ગુણસ્થાનક ત્યાં વર્તતું,
મહાભાગ્ય સુખદાયક પૂર્ણ અબંઘ જો અપૂર્વ ૧૭ મન વચન કાયાના યોગથી એક સમય માટે માત્ર શાતાવેદનીય કર્મનું ગ્રહણ થતું હતું તે પણ આયુષ્ય પૂર્ણ થતાં છેલ્લી ઘડીએ અયોગી ગુણસ્થાનકમાં છૂટી જાય છે અને અબંઘ દશા સહિત મહાભાગ્ય, અનંતસુખદાયી દશા પ્રગટે છે; ત્યાં પુદ્ગલોનો છેલ્લો સંબંઘ છૂટે છે.
એક પરમાણું માત્રની મળે ન સ્પર્શતા, પૂર્ણ કલંક રહિત અડોલ સ્વરૂપ છે;