________________
અપૂર્વ અવસર
૭૫ કાળે કરીને ધૂળ થાય, માટે જ્ઞાની તો સર્વ પુદ્ગલને સમાન જ ગણે છે, તેથી તેમાં ઇષ્ટઅનિષ્ટ કરતા નથી.
એમ પરાજય કરને ચારિત્રમોહનો, આવું ત્યાં જ્યાં કરણ અપૂર્વ ભાવ છે; શ્રેણી ક્ષપકતણી કરીને આરૂઢતા,
અનન્યચિંતન અતિશય શુદ્ધ સ્વભાવ જો. અપૂર્વ ૧૩ લાંબા કાળ સુઘી સંયમ આરાશે. પ્રમત્ત અને અપ્રમત્ત એમ છòથી સાતમે ને સામેથી છટ્ટે ગુણસ્થાનકે જતાં ઘણો કાળ ગાળીને ચારિત્રમોહનીયનો જય કરે છે. ઋષભદેવ ભગવાને ૧૦૦૦ વર્ષ એ પ્રમાણે સંયમ આરાધ્યો હતો. એ રીતે પ્રયત્ન કરતાં કરતાં છેવટે એવો સમય આવે કે જ્યારે શ્રેણી માંડવા સમર્થ હોય—અપૂર્વકરણનો ભાવ પ્રગટે.. અહીં ઉપશમશ્રેણી કે જેમાંથી પડાય છે તે નહીં, પરંતુ ક્ષેપક શ્રેણી માંડવાની છે તેમાં દરેક પ્રકૃતિઓનો ક્ષય કરે એટલે પછી તે કર્મનો ઉદય થાય જ નહીં. શ્રત એટલે જે જ્ઞાનીની આજ્ઞા અથવા બોઘ મળ્યો હોય તેનું અવલંબન લઈને શ્રેણી માંડે. તેમાં માત્ર આત્માનું ધ્યાન કરતાં પ્રયત્નપૂર્વક કર્મપ્રકૃતિઓને ખપાવીને શુદ્ધસ્વભાવ પ્રગટાવે.
મોહ સ્વયંભૂરમણ સમુદ્ર તરી કરી, સ્થિતિ ત્યાં જ્યાં ક્ષણમોહગુણસ્થાન જો; અંત સમય ત્યાં પૂર્ણ સ્વરૅપ વીતરાગ થઈ, પ્રગટાવું નિજ કેવળજ્ઞાન નિશાન જો. અપૂર્વ ૧૪ આઠમા ગુણસ્થાનકથી દશમા સુધીમાં, મોહનીય કર્મ જે