________________
૭૪
નિત્યનિયમાદિ પાઠ અનેક દિવસના ઉપવાસ થાય, શરીર સુકાઈ જાય છતાં મનમાં લેશ પણ ચિંતા ન થાય. તેમ સારું ભોજન આદિ અનુકૂળ સંયોગો મળતાં પણ મન રાજી ન થાય. જેમકે ગુરુ શિષ્ય હતા તેમાં શિષ્ય તપ શાસ્ત્રાધ્યયન કરતો તેને “ગુરુ હોવાથી મને કોઈ માન નથી આપતું, ગુરુને જ બઘા પૂજે છે” એવી ઈર્ષા થવાથી પર્વત પરથી ગુરુ ઊતરતા હતા ત્યારે ઉપરથી શિલા ગબડાવી. ગુરુ સમજીને ખસી ગયા અને કહ્યું કે–“તારો સ્ત્રીથી પરાભવ થશે.” પછી શિષ્ય વિચાર્યું કે જંગલમાં એકલો રહી તપ કરું ત્યાં સ્ત્રી ક્યાં આવવાની છે ? પછી વિશાલા નગરીને કોઈ દુષ્ટ રાજાએ ઘણા કાળથી ઘેરી હતી, પણ ફાવતો ન હતો. તેને નિમિત્તિયાએ કહ્યું કે ત્યાં મુનિસુવ્રત સ્વામીનો સૂપ છે તે જંગલમાં સાઘુ રહે છે તે આવીને ઉખેડાવે તો નગરી જિતાય. તેથી વેશ્યાને મોકલી. તે શ્રાવિકાને વેશે ગઈ અને સાધુને વિધિપૂર્વક વાંદ્યા, પછી પારણાં માટે બોલાવ્યા અને મગના પાણી આદિમાં નેપાળો આપી દીધો. તેથી સાધુને ઝાડા થયા તે તે બાઈએ બહુ ભક્તિથી સાફ કરી સેવા કરી. આથી સાધુ પ્રસન્ન થઈ ગયા કે ઓહો, આણે કેવી સેવા કરી ! પછી બાઈએ માગ્યું તે આપવા હા કહી ને વિશાલામાં જઈ સૂપ ઉખેડી નંખાવ્યો, તેથી લશ્કર નગરીમાં દાખલ થયું ને જીત મેળવી, પણ સાઘુનું પતન થયું. તેમ જ્યારે કોઈ સેવા કરે, ભક્તિ કરે, ત્યારે રાગભાવ ન થવા દેવો એ અત્યંત મુશ્કેલ છે.
ધૂળ હોય, વિષ્ટા હોય કે દેવનું રત્ન હોય તે બધા પુદ્ગલના જ પર્યાય છે. ધૂળ છે તે વિષ્ટા થાય, રત્નની પણ