________________
८४
નિત્યનિયમાદિ પાઠ એટલે સાચી શ્રદ્ધા–સાચા પુરુષની શ્રદ્ધા–સહિત યથાર્થ જ્ઞાન, સપુરુષે સાચું આત્માનું સ્વરૂપ જોયું છે, તેઓ કહે છે કે આત્મા દેહથી ભિન્ન છે, તે પ્રમાણે આત્માનું જ્ઞાન થાય તે જ સાચું છે, ખાસ છે. અન્ય પુગલ છે તે પોતાનું સ્વરૂપ નથી. જ્ઞાની દ્રવ્યદ્રષ્ટિનો લક્ષ કરાવે છે. જ્યારે જ્ઞાનીના કહેવા પર ખરી શ્રદ્ધા આવે કે તેઓએ કહ્યું છે તે ખરું છે, મારું જાણેલું સર્વ અજ્ઞાન; તેમણે પર્યાયષ્ટિ મૂકીને દ્રવ્યદ્રષ્ટિથી જોવા અને રાગદ્વેષ ન કરવા કહ્યું તે જ માનું જ્ઞાનીની દ્રષ્ટિએ દેહથી ભિન્ન આત્માને જાણે તો રાગદ્વેષ જાય, તે જ ખરું જ્ઞાન છે. રાગદ્વેષપૂર્વક ગમે તે જાણે તે અજ્ઞાન છે.
જે શાને કરીને જાણિયું રે,
તેની વર્તે છે શુદ્ધ પ્રતીત; મૂળ કહ્યું ભગવતે દર્શન તેહને રે,
જેનું બીજું નામ સમકિત. મૂળ૦ ૭ જે જ્ઞાનથી જાણ્યું તેની દૃઢતા કરે. દેહાદિ જડ કહ્યા તેને જડ માનવા. દેહ છે તે સંયોગી, જડ, રૂપી અને દ્રશ્ય છે. તેથી ભિન્ન આત્મા અસંયોગી, ચેતન, અરૂપી, સ્વાભાવિક દ્રષ્ટા દ્રવ્ય છે. બાહ્ય પદાર્થો દ્રશ્ય અને શેય છે; આત્મા દ્રષ્ટા અને જ્ઞાતા છે. દેહ સંયોગી હોવાથી વિનાશી છે, આત્મા અવિનાશી છે. આવી શુદ્ધ પ્રતીતિ-શ્રદ્ધા વર્તે તેને ભગવાને સમ્યક્દર્શન કર્યું છે. આ વાત વખતોવખત યાદ રાખવી ને વિચારવું કે હું નાશવંતની કાળજી રાખું છું કે નિત્ય એવા આત્માની ? સમક્તિથી શ્રદ્ધાથી પડવાનાં નિમિત્ત હોય છતાં કોઈ કાળે તે શ્રદ્ધાથી ચળે નહીં, રોમ રોમ એ જ વાત પસરી જાય. મરણ