________________
૮O
મૂળ મારગ મૂળ મારગ સાંભળો જિનનો રે,
કરી વૃત્તિ અખંડ સન્મુખ; મૂળ૦ નોય પૂજાદિની જો કામના રે,
નોયે વ્હાલું અંતર ભવદુઃખ. મૂળ૦ ૧ મૂળ મારગ–મોક્ષે લઈ જાય તે માર્ગ મોક્ષનો માર્ગ જે એક જ છે તે અહીં કહ્યો છે. તે મૂળ એટલે પ્રથમ જિન ભગવાને ઉપદેશ્યો તે જ પ્રમાણે અહીં કહેવામાં આવ્યો છે. મનની વૃત્તિને બાહ્યમાંથી રોકીને આ સમજવા માટે એકાગ્ર કરો. જ્ઞાનીની વૃત્તિ અંતર્મુખ હોય છે. તેઓ બોઘ કરે ત્યારે તેમના પ્રત્યે, તેમના વચન પ્રત્યે સન્મુખ થાય તો પ્રહણ થાય. સત્પરુષ પ્રત્યે સન્મુખતા આવશે તો જ તેમનો આશય સમજાશે. તે સન્મુખતાએકાગ્રતા અખંડ એકઘારી જોઈએ. વૃત્તિ તેમાં સ્થિર થાય, અન્ય પ્રત્યેથી સર્વથા રોકાય એમ વૃત્તિને ફેરવે. લૌકિક વાતોમાંથી રોકીને આત્માની વાત જાણવા એકાગ્ર થાય. સર્વ શાસ્ત્રોનો સાર અહીં ટૂંકામાં કહેવાનો છે તે સ્થિર ચિત્તે એક જ ધ્યાને વિચારે તો પરિણમે તેવું છે.
જો-જુઓ. આ માન પૂજા મેળવવા અર્થે કહેવાતું નથી કે જુદો પંથ ચલાવવાનો કે એવો કોઈ સ્વાર્થ નથી. વળી ઉત્સુત્ર