________________
૬૪
નિત્યનિયમાદિ પાઠ શિષ્ય કદાચ છૂટે પણ ગુરુ તો ન જ છૂટે. જેમકે કૂતરાના માથામાં કીડા પડ્યા હતા, તે તેણે કુમાર્ગે વાળેલા શિષ્યો હતા, તે ગંગાના પાણીમાં ઘોવાથી પાપરહિત થયા, પણ કૂતરો પાપરહિત ન થયો. સપુરુષે સદ્ગુરુની ભક્તિ બતાવી તે ભક્તિ આત્માના પરમ હિતનું કારણ છે માટે તેને જરા વાર ન છોડે. આખો દિવસ ને રાત ભક્તિ કરે. તે ભક્તિમાં વર્તવાથી કંઈ પણ કરતાં સસ્કુરુષ કેમ વર્તે છે તેનો લક્ષ રહે. કંઈ પણ કરતાં સત્પરુષનું લક્ષ આત્મા પ્રત્યે જ હોય છે. “નિરાબાઘપણે જેની મનોવૃત્તિ વહ્યા કરે છે; સંકલ્પ-વિકલ્પની મંદતા જેને થઈ છે; પંચ વિષયથી વિરક્તબુદ્ધિના અંકુરો જેને ફૂટ્યા છે; ક્લેશનાં કારણ જેણે નિર્મૂળ કર્યા છે (ગમે તેવા પ્રસંગમાં ખોટું ન લાગે એવી સમજ દ્રઢ કરી છે); અનેકાંતવૃષ્ટિયુક્ત એકાંતવૃષ્ટિને જે સેવ્યા કરે છે (સર્વ વખતે એ એ ને એ જ); જેની માત્ર એક શુદ્ધ વૃત્તિ જ છે; તે પ્રતાપી પુરુષ જયવાન વર્તે. આપણે તેવા થવાનો પ્રયત્ન કરવો જોઈએ.”(૮૦) સન્દુરુષ પોતાનો ઉપયોગ આત્મા પ્રત્યે જ રાખે છે. “દેહથી ભિન્ન આત્મા છું' એ ભૂલતા નથી. આપણે દેહાદિમાં એકાકાર થઈએ છીએ તેમ તેઓ નથી થતા. નિરંતર ભેદજ્ઞાન છે, આવી તેમના આત્માની ચેષ્ટા પર પ્રેમભક્તિ જાગતાં તેને જ સ્મરે, તેને જ ઇચ્છે; તેનું જ ધ્યાન કરે તો પોતામાં પણ અપૂર્વ ગુણ એટલે સમકિત–આત્માનો અનુભવ દ્રષ્ટિગોચર થાય, અને તેનો અભુત આનંદ સમજાતાં પછી બીજું બીજું સ્વચ્છેદે કરતો હતો તે સર્વથી પાછો વળે. આત્મસુખ મેળવવા પ્રયત્ન કરે. પરમાં વૃત્તિ જતી રોકીને આત્મામાં લીન થાય. આત્મામાં આત્માના અનુભવની લય લાગી જાય તો પછી