________________
છ પદનો પત્ર
૬૩ બદલાની ઇચ્છા વિના કરે છે. તેમના વચનથી સમકિત થયું તેથી તેમણે સાક્ષાત્ જીવ આપ્યો. પ્રથમ દેહ એટલે મડદારૂપ પોતાને માનતો હતો, દેહને આધીન ભોગોમાં રક્ત થઈ સંસાર વઘારતો હતો. એવી અજ્ઞાન દશામાંથી કરુણાળુ સત્પરુષે વચન દ્વારા જાગૃત કર્યો અને “આત્મા છું' એવું ભાન કરાવ્યું એટલે મડદામાંથી જીવતો કર્યો. તેનો બદલો કોઈ રીતે વળી શકે એવો છે જ નહીં. વળી સત્પરુષ પણ સર્વથા નિઃસ્પૃહી છે. તેમને ઉપદેશ આપવામાં કોઈ પ્રત્યે શિષ્યબુદ્ધિ કે મારાપણાની બુદ્ધિ નથી; એવો વિચાર પણ તેમને હોતો નથી, કે તે મને ઉપયોગી છે, મારી સેવા કરશે. કંઈ પણ બદલાની ઇચ્છા વિના માત્ર નિષ્કારણ કરુણાથી ઉપદેશ કરે છે, એવા સત્પરુષને અત્યંત ભક્તિએ નમસ્કાર છે.
જે સત્પરુષોએ સદ્ગુરુની ભક્તિ નિરૂપણ કરી છે તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે. જે વ્યક્તિને પ્રાપ્ત થવાથી સગુરુના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દૃષ્ટિગોચર થઈ અન્ય સ્વચ્છંદ મટે, અને સહેજે આત્મબોઘ થાય એમ જાણીને જે ભક્તિનું નિરૂપણ કર્યું છે, તે ભક્તિને અને તે સત્પરુષોને ફરી ફરી ત્રિકાળ નમસ્કાર હો!
જે પુરુષોએ સદ્ગુરુની ભક્તિ નિરૂપણ કરી છે તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે. પ્રભુશ્રીજી કહેતા કે અમે ગુરુ બતાવી આપીએ છીએ પણ ગુરુ થતા નથી, છતાં માને નહીં અને “પોંખનારીને પરણી બેસે” એમ ન કરવું. ગુરુ થવું એમાં મોટું જોખમ છે. બતાવનારને પણ જોખમ જવાબદારી છે. કારણ કે સાચું બતાવે તો સન્માર્ગે વાળે અને ખોટું બતાવે તો