________________
૬૧
છ પદનો પત્ર આપણા પર કેટલો ઉપકાર છે એ વિચારતાં પણ સત્પરુષ પર પરમપ્રીતિ પ્રગટે અને તેમના ઉપકારને નિરંતર સંભારતાં, તેમનાં ગુણગ્રામ કરવાથી કર્મ દૂર થતાં આત્મસ્વભાવ-સમકિત પ્રગટે છે. આવા જે સત્પરુષો તેમનાં ચરણારવિંદ એટલે ૧ પગ, ૨ આચરણ, ૩ વચનો (કવિતાના ભાગ ચરણ અથવા પદ કહેવાય છે), સદાય હૃદયમાં બહુમાનપણે પૂજ્યભાવે સ્થિર રહો. તે પદ કૃપાળુદેવે વર્ણવ્યું છે – “સુખઘામ અનંત સુસંત ચહી, દિન રાત્રરહેત૬ ધ્યાન મહીં; પર શાંતિ અનંત સુઘામય જે, પ્રણમું પદ તે વર તે જયતે.”
અનંત સુખનું ધામ એવું જે આત્મસ્વરૂપ તેને સંત નિરંતર ઇચ્છે છે અને રાતદિવસ તેના જ ધ્યાનમાં વર્તે છે. તેઓ પરમ શાંત અનંત સુખમય દશાને અનુભવે છે એવું જે સત્પરુષનું પદ, દશા તેને હું નમસ્કાર કરું છું. આવી રીતે કૃપાળુદેવે નમસ્કાર કરવામાં સર્વત્ર મર્મ બતાવ્યો છે.
“પરમ સુખસ્વરૂપ, પરમોત્કૃષ્ટ શાંત, શુદ્ધચૈતન્યસ્વરૂપ સમાઘિને સર્વકાળને માટે પામ્યા તે ભગવંતને નમસ્કાર, તે પદમાં નિરંતર લક્ષરૂપ પ્રવાહ છે જેનો તે સત્પરુષોને નમસ્કાર.” (૮૩૩)
જે છ પદથી સિદ્ધ છે એવું આત્મસ્વરૂપ તે જેનાં વચનને અંગીકાર કર્યો સહજમાં પ્રગટે છે, જે આત્મસ્વરૂપ પ્રગટવાથી સર્વ કાળ જીવ સંપૂર્ણ આનંદને પ્રાપ્ત થઈ નિર્ભય થાય છે, તે વચનના કહેનાર એવા સત્પષના ગુણની વ્યાખ્યા કરવાને અશક્તિ છે, કેમ કે જેનો પ્રત્યુપકાર ન થઈ શકે એવો પરમાત્મભાવ તે જાણે કંઈ પણ