________________
તે અવિકતિ
ની ભૂલ માસ (બાં
છ પદનો પત્ર
૫૯ નથી. વળી તે અવિનાશી છે અને તે પરમ આનંદરૂપ છે, તે તેને મિથ્યાત્વદશાની સાત પ્રકૃતિરૂપ અંતરપટ છેદાવાથી પ્રત્યક્ષ અનુભવમાં આવે છે. પછી તેને પોતાની ભૂલ સમજાય છે કે આત્મા સિવાય બીજે બધે જે એકતા કરી હતી તે અધ્યાસ (ભ્રાંતિ) થી ભૂલ થઈ હતી. મધ+ાનું જે સ્થળે બેસે તે પોતાની જગ્યા અથવા તે રૂપ હું છું એમ થઈ જાય છે, તેવી રીતે અનાદિ કાળથી દેહમાં વસવાથી દેહને જ આત્મા માન્યો અથવા રાગાદિ વિભાવોને આત્મા માન્યો છે. અભ્યાસ કરતાં અધ્યાસ વધારે દ્રઢતા બતાવે છે. અભ્યાસ તો ક્વચિત્ ભૂલી પણ જવાય, પણ અધ્યાસ તો ઊંઘમાં પણ ન ભૂલે. તે જ્યારે આત્માનો સાક્ષાત્કાર થાય ને આનંદ અનુભવે ત્યારે આત્માને સર્વ વિભાવ પર્યાયોથી સર્વથા ભિન્ન જાણે, બેમાં એકતા કરવાની ભૂલ ન કરે. જાણે બે વચ્ચે વજની ભીંત હોય તેમ ચેતનને જડથી ભિન્ન જ માને. સ્પષ્ટ, પ્રત્યક્ષ, અત્યંત પ્રત્યક્ષ, અપરોક્ષ એ એક-એકથી વિશેષ શુદ્ધતા સૂચવે છે. અપરોક્ષમાં તો નિર્વિકલ્પ સમાધિ છે. ત્યાં કંઈ વિકલ્પ નથી રહેતો, સમકિત ઉપયોગની સંપૂર્ણ સ્થિરતારૂપે હોય છે.
જ્યારે ઉપયોગ આત્મામાં ન રહે અને લબ્ધિરૂપ સમ્યકત્વ હોય ત્યારે પણ વિનાશી અને આત્માથી પર એવા પદાર્થોમાં તેને ઇષ્ટઅનિષ્ટપણાથી એકાકારપણું થાય નહીં. કારણકે જન્મ જરા મરણ રોગ વગેરે દુઃખથી રહિત એવું આત્માનું શુદ્ધ સ્વરૂપ કે જેના સુખ આગળ સર્વ વસ્તુઓ તુચ્છ લાગે છે તે પ્રાપ્ત થયું છે. જેના વિના અનાદિ કાળથી ભમ્યો અને જે મળવાથી હવે અનંતકાળ સુખી રહેવાશે એવી આત્માની અનંત સમૃદ્ધિ પ્રાપ્ત કરી તેથી કૃતાર્થતા લાગે છે, કે મારે કરવાનું હતું તે કરી શક્યો. મનુષ્યજન્મમાં મેળવવા યોગ્ય એક સમ્યક્ત્વ છે તે કરી લીધું.
આ તુચ્છ લીજે મળ
કરી