________________
૫૮
નિત્યનિયમાદિ પાઠ અથવા અન્ય પદાર્થના સંયોગને વિષે તેને ઇષ્ટ-અનિષ્ટપણું પ્રાપ્ત થતું નથી. જન્મ, જરા, મરણ, રોગાદિ બાઘા રહિત સંપૂર્ણ માહાભ્યનું ઠેકાણું એવું નિજસ્વરૂપ જાણી, વેદી તે કૃતાર્થ થાય છે.
શાથી સમજાયું નથી ? અનાદિ કાળથી મિથ્યાત્વરૂપ સ્વપ્રદશાથી જીવન પરને પોતે માનવારૂપ અહંભાવ થયો છે. હું દેહ, કાકો, મામો, વાણિયો, બ્રાહ્મણ, પુરુષસ્ત્રી વગેરે અનેક રૂપે માને છે; પણ પોતે તો એ દેહના ઘર્મથી ભિન્ન જ્ઞાનદર્શન સુખસ્વરૂપ અજર અમર અવિનાશી છે. વળી પોતાને દેહરૂપ માનીને બધી પરવસ્તુમાં મારું તારું માની રહ્યો છે. આવું જે અજ્ઞાન તે દૂર કરવા જ્ઞાની પુરુષોએ આ છ પદનો ઉપદેશ પ્રકાશ્યો છે. આખું જગત જુઓ તો પરને પોતે માનવારૂપ અહંભાવ અને પર વસ્તુમાં મારાપણું કરવારૂપ મમત્વભાવમાં પડ્યું છે. આવો જે અનાદિકાળનો મોહ, મિથ્યાત્વ, તે દૂર કરવા જ્ઞાની પુરુષે છ પદ સમજાવ્યાં છે. હવે પરમાં પોતે માનવારૂપ સ્વપ્રદશા છે તેમાંથી જીવ પાછો વળીને પોતાનું સ્વરૂપ વિચારે, પરમાં પરિણમી રહ્યો છે તેને બદલે પરથી જુદું એવું પોતાનું આત્મસ્વરૂપ છે એમાં પરિણમે તો તો તરત જ આત્મભાનમાં આવી સમ્યક્દર્શનને પ્રાપ્ત થાય. સમ્યક્ત્વ થવાથી કર્મનો ક્ષય કરતાં કરતાં પોતાનું શુદ્ધ આત્મસ્વરૂપ એવો જે મોક્ષ તેને મેળવે. પોતાનું સ્વરૂપ પરથી જુદું જાણ્યું, પછી પરપદાર્થને નિમિત્તે તેને હર્ષ, શોક, સંયોગ, એકતા, પર તે હું એમ ન થાય. દેહાદિ પરપદાર્થો વિનાશી, અશુદ્ધ અને આત્માથી જુદા અન્ય છે, તે રૂ૫ પોતાને ન માને. પોતાનું સ્વરૂપ તો તેથી ઊલટું શુદ્ધ પોતાથી જ સંપૂર્ણ છે. તેને કોઈની જરૂર