________________
- ૬૦
નિત્યનિયમાદિ પાઠ જે જે પુરુષોને એ છ પદ સપ્રમાણ એવાં પરમ પુરુષનાં વચને આત્માનો નિશ્ચય થયો છે, તે તે પુરુષો સર્વ સ્વરૂપને પામ્યા છે; આધિ, વ્યાધિ, ઉપાધિ, સર્વ સંગથી રહિત થયા છે, થાય છે; અને ભાવિકાળમાં પણ તેમ જ થશે.
આ છ પદ જેમને અનુભવથી સિદ્ધ થયાં છે એવા પરમ પુરુષનાં વચન સાંભળી જેમણે આત્માનો નિશ્ચય કર્યો ને પુરુષાર્થ કરી પોતાના આત્માનો સાક્ષાત્કાર કર્યો તે પુરુષો પરિણામે સંસારના સંગ જે આધિ વ્યાધિ ઉપાધિ રૂપ છે તેથી મુક્ત થયા છે, થાય છે અને થશે. જ્ઞાનીનાં વચન સાંભળ્યાં, શ્રધ્ધાં ને અનુભવરૂપ નિશ્ચયસમકિત પણ થયું તો મોક્ષ અવશ્ય થશે.
જે સત્પરુષોએ જન્મ, જરા, મરણનો નાશ કરવાવાળો, સ્વસ્વરૂપમાં સહજ અવસ્થાન થવાનો ઉપદેશ કિલો છે, તે સત્યરુષોને અત્યંત ભક્તિથી નમસ્કાર છે. તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં પણ આત્મસ્વભાવ પ્રગટે છે, એવા સર્વ સભુરુષો, તેના ચરણારવિંદ સદાય હૃદયને વિષે સ્થાપન રહો !
હવે સત્પરષનો ઉપકાર કહે છે કે તેમણે આત્મસ્વરૂપમાં સહજ સ્થિતિ કરવાનો ઉપદેશ કર્યો. જે પ્રમાણે વર્તવાથી ફળ શું? તો કે જન્મ જરા મરણાદિ નાશ થાય. આ અનંત દુઃખરૂપ સંસારમાંથી અનંતસુખરૂપ મોક્ષ પ્રાપ્ત કરાવવારૂપ મહાન ઉપકાર સત્યરુષે બોઘથી કર્યો છે. તેમાં તેમણે આપણી પાસે કંઈ બદલાની સ્પૃહા રાખી નથી. તેઓનું તો સર્વ કાર્ય પૂર્ણ થયું છે તેથી તેમનો બદલો વાળી શકાય એવું આપણે કંઈ કરી શકીએ નહીં. તેમનો સર્વ જીવ પ્રત્યે નિષ્કારણ કરુણારૂપ ગુણ છે. તેમનો