________________
૭૧
અપૂર્વ અવસર તેના પ્રત્યે પણ અતિ નમ્રપણું બતાવે. સર્વ પ્રકારના ગર્વને ટાળે, બાહ્ય દ્રષ્ટિ મૂકે અને આત્મામાં વિનય ગુણ પ્રગટાવે. નિરભિમાની થવું તેને જ ઉત્તમ સાધ્ય માને.
માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની. સર્વ પ્રસંગમાં ન લેપાતાં સાક્ષીરૂપે રહે. સાક્ષીભાવ છે તે આત્માનું જ્ઞાનસ્વરૂપ છે તેને વઘારવા પ્રયત્ન કરે. તેમાં જ માયા પ્રીતિ કરે. લોભને તો સર્વથા દૂર કરવા પ્રયત્ન કરે.
બહુ ઉપસર્ગકર્તા પ્રત્યે પણ ક્રોઘ નહીં, વંદે ચક્રી તથાપિ ન મળે માન છે; દેહ જાય પણ માયા થાય ને રોમમાં,
લોભ નહીં છો પ્રબળ સિદ્ધિ નિદાન જો. અપૂર્વ ૮ વારંવાર ઉપસર્ગ કરનાર પ્રત્યે પણ ક્રોઘ ન થાય; ચક્રવર્તી જેવા નમસ્કાર કરે તો પણ માન ન થાય. સર્વથી વઘારે રાગ દેહમાં છે, તો દેહત્યાગ જેવા પ્રસંગે પણ કોઈ પ્રકારે માયા ન કરે. ગમે તેટલી સિદ્ધિ કે કોઈ ઇચ્છિત વસ્તુ મળતી હોય તોપણ તે માટે માર્ગથી પડે નહીં, એટલે લોભને જીતે.
નગ્નભાવ, મુંડભાવ સહ અસ્નાનતા, અદંતધાવન આદિ પરમ પ્રસિદ્ધ છે; કેશ રોમ નખ કે અંગે શૃંગાર નહીં,
દ્રવ્યભાવ સંયમમય નિગ્રંથ સિદ્ધ છે. અપૂર્વ૯ નગ્નતા, કેશલોચ, સ્નાનત્યાગ તથા દંતશોઘનનો ત્યાગ આદિ તથા કેશ, રોમ, નખ કે શરીરની શોભા ન કરવી ઇત્યાદિ મુનિઓના પ્રસિદ્ધ આચારરૂપ દ્રવ્યસંયમ અને ભાવસંયમમય