________________
90
નિત્યનિયમાદિ પાઠ
અમુક ક્ષેત્ર સારું ખોટું એમ ન કરે. ઉનાળો શિયાળો ચોમાસું સારું ખરાબ; જુવાની સારી વૃદ્ધાવસ્થા ખરાબ એમ કાળમાં પ્રતિબંધ ન કરે. ભાવ-મોક્ષ સિવાયના આદર્શો-ભાવો સેવ્યા હોય તેનો વિચાર આવતાં તેમાં ઇષ્ટપણું માની બંધાઈ ન જાય. ભવિષ્યની કે ભૂતકાળની કંઈ ઇચ્છા ન કરે, માત્ર વર્તમાનમાં જે ઉદય હોય તેને સમતાથી વેદે. ભવિષ્ય માટે આમ થાઓ કે આમ એમ કંઈ પણ લોભવૃત્તિ ન હોય, છતાં મોક્ષ માટે પુરુષાર્થ તો હોય જ. તે પુરુષાર્થ તે સંવર ને નિર્જરા. તેને સમતા ભાવથી આરાધે.
ક્રોધ પ્રત્યે તો વર્તે ક્રોઘસ્વભાવતા, માન પ્રત્યે તો દીનપણાનું માન જો; માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની, લોભ પ્રત્યે નહીં લોભ સમાન જો. અપૂર્વ ૭
ક્રોધની વૃત્તિને ક્ષય કરે. જો ક્રોધ થાય તો તે પ્રત્યે અત્યંત ક્રોધ આવે. જેમકે એક બાઈ બહુ ક્રોધી હતી તેને ચોરો લઈ ગયા ત્યાં તેનું લોહી કાઢે ને ઘા પર કિંમતી તેલ રેડે તેથી રૂઝાઈ જાય; ફરી લોહી કાઢે એમ બહુ દુઃખ પડ્યું. પછી ઘેર આવી ત્યારે કદી ક્રોધ ન કરવો એવી દૃઢતા કરી. તેના ભાવની ઇન્દ્રે પ્રશંસા કરતાં એક દેવ પરીક્ષા કરવા આવ્યો ને કિંમતી તેલની સાત શીશી દાસી પાસે પાડી નંખાવી છતાં તે બાઈએ ક્રોધ ન જ કર્યો. એમ બળ કરી ક્રોધને જીતે.
માન પ્રત્યે દીનપણાનું માન, એટલે માનને જીતવા મને સર્વથી છેડે બેસવાનું મળે, છેલ્લો નંબર આવે ! તેમાં માન સમજે. બધાથી હું હલકો ગણાઉં એવી ભાવના કરે. નમ્ર હોય