________________
૬૮
નિત્યનિયમાદિ પાઠ કરાવી લેવું. સંયમ સિવાય બીજા કોઈ કારણ માટે કંઈ ન કહ્યું, ન ઇચ્છે. દેહમાં મારાપણું જરા પણ ન રહે. આત્મામાં મારાપણું સમજાય ત્યારે સમકિત થાય, દર્શનમોહ જાય.
દર્શનમોહ વ્યતીત થઈ Êપજ્યો બોઘજે, દેહ ભિન્ન કેવલ ચૈતન્યનું જ્ઞાન જો; તેથી પ્રક્ષણ ચારિત્રમોહ વિલોકિયે,
વર્તે એવું શુદ્ધસ્વરૃપનું ધ્યાન જો. અપૂર્વ ૩ સત્પરુષની ભક્તિ દ્વારા પરિણામે આત્મબોઘ થાય, દેહથી ભિન્ન આત્માનો જે રીતે સત્પરુષે બોઘ કર્યો છે, તે પ્રમાણે આત્મદર્શન થાય. આત્માનું સ્વરૂપ યથાર્થ ઓળખતાં દર્શનમોહ જઈ સમકિત પ્રગટે ત્યારે ચારિત્રમોહનું બળ આપોઆપ ઘટે છે. દેહ માટે જે ખાવું, પીવું, હરવું, ફરવું થતું હતું તેમાં રસ ન રહે, ચારિત્રમોહની કેડ ભાંગી ગયા જેવું થાય. શુદ્ધ આત્માનું જ ધ્યાન રહ્યા કરે.
આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યોગની, મુખ્યપણે તો વર્તે દેહપયત જો; ઘોર પરિષહ કે ઉપસર્ગ ભયે કરી,
આ શકે નહીં તે સ્થિરતાનો અંત જો. અપૂર્વ-૪ મન વચન કાયાની પ્રવૃત્તિ ઘટતાં ઘટતાં આત્મસ્થિરતા થાય તેમ મુખ્યપણે દેહપર્ધત વર્તે. ભક્તિ-ઘર્મધ્યાનમાંથી ઉપસર્ગ થતાં પણ ચળે નહીં, અત્યંત વિક્ષેપ કરનારા નિમિત્તો કે ભયંકર પરિષહ પડતાં પણ તે આત્મસ્થિરતા ટકી રહે, પર પ્રત્યે હર્ષશોક વગર સ્વકાર્યમાં લાગી રહે. સંકલ્પવિકલ્પ રહિત નિર્વિકલ્પ દશા રહે.