________________
છ પદનો પત્ર સમ્યક્દર્શનના હેતુ આ છ પદ સંક્ષેપમાં કહ્યાં, તે જે પૂર્વના આરાઘક, સમીપમુક્તિગામ–કર્મથી અલ્પ કાળમાં છૂટનારા છે, એવા હળુકર્મી જીવોને સ્વાભાવિકપણે જ સાચાં મનાય છે. સાંભળે ને વિચારે તેમ તે બધી રીતે ન્યાયયુક્ત લાગે અથવા સમીપમુક્તિગામીને તેના વિચારમાં ઊંડા ઊતરતાં આત્માનો સાક્ષાત્કાર થઈ તે અનુભવસિદ્ધ સપ્રમાણ થાય. ટૂંકામાં છ પદ સાંભળતાં તે પર વિસ્તારથી વિચાર કરે, તેને આત્મા ને અનાત્માનો ભેદ સમજાય એવો વિવેક થાય છે. આ છ પદની સત્યતા વિષે જરા પણ શંકાને સ્થાન નથી એમ ભગવાને કહ્યું છે. આ છ પદનું વિવેચન સંસારમાં ભૂલા પડેલા અજ્ઞાની જીવને પોતાના સ્વરૂપનું ભાન થાય, આત્મસ્વરૂપ સમજાય તે અર્થે છે.
અનાદિ સ્વપ્રદશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહંભાવ, મમત્વભાવ, તે નિવૃત્ત થવાને અર્થે આ છ પદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી છે. તે સ્વપ્રદશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે, એમ જો જીવ પરિણામ કરે, તો સહજ માત્રમાં તે જાગૃત થઈ સમ્યક્દર્શનને પ્રાપ્ત થાય; સમ્યક્દર્શનને પ્રાપ્ત થઈ સ્વસ્વભાવરૂપ મોક્ષને પામે. કોઈ વિનાશી, અશુદ્ધ અને અન્ય એવા ભાવને વિષે તેને હર્ષ, શોક, સંયોગ ઉત્પન્ન ન થાય. તે વિચારે સ્વસ્વરૂપને વિષે જ શુદ્ધપણું, સંપૂર્ણપણું, અવિનાશીપણું, અત્યંત આનંદપણું, અંતરરહિત તેના અનુભવમાં આવે છે. સર્વ વિભાવ પર્યાયમાં માત્ર પોતાને અધ્યાસથી ઐક્યતા થઈ છે, તેથી કેવળ પોતાનું ભિન્નપણું જ છે, એમ સ્પષ્ટપ્રત્યક્ષઅત્યંત પ્રત્યક્ષ-અપરોક્ષ તેને અનુભવ થાય છે. વિનાશી