________________
ક્ષમાપના
૪૩ સર્વ આવરણ દૂર થયાં હોવાથી ભગવાનને ત્રણે લોકનું ત્રણે કાળનું જ્ઞાન છે. તેથી ગૈલોક્યપ્રકાશક છે. આ ભગવાનના ગુણોમાં ચિત્ત રાખવા યોગ્ય છે. બીજું જાણવાની ઇચ્છાથી નિવર્તી જ્ઞાનીના સ્વરૂપનો લક્ષ રાખવો.
હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષીએ ક્ષમા ચાહું છું.
આ ક્ષમાપના કોઈ સાંસારિક સુખની ઇચ્છાથી કરી નથી. માત્ર આત્માનું હિત થાય, કર્મબંઘથી મુક્ત થવાય એ હેતુથી કરી છે. ખરા ભાવથી ભગવાનને અંતરમાં સાક્ષી રાખીને કરી છે. પૂર્વે બાંધેલાં કર્મ ઉદય તો આવે પરંતુ તે વખતે રાગદ્વેષ ન કરતાં સમતા ક્ષમા રાખું જેથી ફરી તેવાં કર્મ ન બંઘાય એમ ભગવાન પ્રત્યે યાચના છે. બીજું કંઈ ઇચ્છવું નથી. જે આવે તે ખમી ખૂંદવું. ભગવાનને ભૂલવા નહીં. ઘીરજ ન છોડવી. દ્રઢતા હોય તો ક્ષમા રહે.
એક પળ પણ તમારાં કહેલાં તત્ત્વની શંકા ન થાય, તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ !
ભગવાન પાસે શું માગ્યું તે કહે છે. એક પળ પણ તમારા કહેલા તત્ત્વની શંકા ન થાય. તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહં. નિઃશંકતા એ સમકિતનો પહેલો ગુણ છે. એક પળ માત્ર શંકા થાય તો બધું બગાડી નાખે, ગાઢ કર્મ બાંધી લે. શંકા સંતાપકારી છે. શંકા રહિત સમકિતીને રાતદિવસ પુરુષાર્થ જાગે, રાતદિવસ આત્મામાં વૃત્તિ લાગી રહે. એમ એ રીતે મોક્ષમાર્ગમાં વર્તુ એ માગ્યું. “પુષ્પમાળા”માં ભક્તિકર્તવ્ય અને ઘર્મકર્તવ્ય