________________
છ પદનો પત્ર
४७ અનુભવથી જાણે છે તે આત્મા છે અથવા ચૈતન્યસત્તા (હોવાપણું), જીવ છે એમ કહેવાય છે, “હું છું” એમ જણાય છે, તે જીવવાપણું એવો ગુણ જેનો છે તે પદાર્થ-આત્મા પણ છે એમ દરેક રીતે પ્રગટ અનુભવમાં આવે છે. જ્ઞાન–જાણવું, દર્શન–જોવું, સુખદુઃખનું વેદવું વગેરે ગુણ જેના છે તે ચેતનરૂપ પદાર્થ આત્મા છે. સ્વપ્રકાશકતાથી અનુભવી શકાય છે, પરપ્રકાશકતાથી અનુમાની શકાય છે, સાબિત થાય છે. સ્વપરપ્રકાશકગુણ પ્રત્યક્ષ છે તે આત્માનું લક્ષણ છે. બીજું પદ :
આત્મા નિત્ય છે. ઘટપટ આદિ પદાર્થો અમુક કાળવર્તી છે. આત્મા ત્રિકાળવર્તી છે. ઘટપટાદિ સંયોગે કરી પદાર્થ છે. આત્મા સ્વભાવે કરીને પદાર્થ છે; કેમ કે તેની ઉત્પત્તિ માટે કોઈ પણ સંયોગો અનુભવ યોગ્ય થતા નથી, કોઈ પણ સંયોગી દ્રવ્યથી ચેતનસત્તા પ્રગટ થવા યોગ્ય નથી, માટે અનુત્પન્ન છે. અસંયોગી હોવાથી અવિનાશી છે, કેમ કે જેની કોઈ સંયોગથી ઉત્પત્તિ ન હોય, તેનો કોઈને વિષે લય પણ હોય નહીં.
બીજું પદ આત્મા નિત્ય છે - ઘટપટ આદિ જડ પુદ્ગલ પરમાણુઓના સંયોગ એકત્ર થવાથી બને છે. તે છૂટાં પડે ત્યારે તે પદાર્થો નાશ થયેલા મનાય છે. આત્મા કોઈ એવાં પુદ્ગલો મળવાથી કે આકાશાદિ અન્ય દ્રવ્યના મળવાથી ઉત્પન્ન થયો નથી પણ સ્વાભાવિક પદાર્થ છે. જેમ રસાયણશાસ્ત્રમાં હાઈડ્રોજન, નાઈટ્રોજન વગેરે મેળવીને કોઈ નવો પદાર્થ બનાવે છે તેમ આત્મા કોઈ બનાવી શક્યું નથી. એમ જો આત્મા બનતો હોય તો